ભારતીય રિઝર્વ બેંકે ધી ગાંધીનગર અર્બન કો-ઑપરેટીવ બેંક લિ., ગાંધીનગર, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
|
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 22 મે, 2024ના આદેશ દ્વારા, ધી ગાંધીનગર અર્બન કો-ઑપરેટીવ બેંક લિ., ગાંધીનગર, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં લેતા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(i) અને 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
31 માર્ચ, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘન સંબંધિત પર્યવેક્ષણીય તારણો (supervisory findings) અને તે સંદર્ભમાં કરવામાં આવેલા સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.
બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંક, અન્ય બાબતોની સાથે, એવા નિષ્કર્ષ પર આવી કે બેંક ના નિર્દેશકના સગા જ્યાં ગેરંટીકર્તા તરીકે ઊભા હતા ત્યાં લોન મંજુર/નવીકૃત કરવાને લગતો આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.
આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.
(પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/381 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: