RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Press Releases Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129699774

ભારતીય રિઝર્વ બેંકે ધી લીમડી અર્બન કૉ-ઓપરેટીવ બેંક લિ., લીમડી, જિ. દાહોદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

04 જાન્યુઆરી 2024

ભારતીય રિઝર્વ બેંકે ધી લીમડી અર્બન કૉ-ઓપરેટીવ બેંક લિ., લીમડી, જિ. દાહોદ, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 13 ડિસેમ્બર 2023ના આદેશ દ્વારા, ધી લીમડી અર્બન કૉ-ઓપરેટીવ બેંક લિ., લીમડી, જિ. દાહોદ, ગુજરાત (બેંક) પર ‘ભારતીય રિઝર્વ બેંક (સહકારી બેંકો – થાપણો પર વ્યાજનો દર) નિર્દેશો, 2016’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ 50,000/- (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(ટ) અને 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે મુદતવીતી મુદતી થાપણો પર, પરિપકવતાની તારીખથી ચૂકવણીની તારીખ સુધી, લાગૂ દરે વ્યાજની ચૂકવણી કરી નહોતી. તે સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને કથિત નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ પર આવી કે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને બેંક પર નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/1614

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?