<font face="mangal" size="3px">ધી મહેસાણા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ., મહે - આરબીઆઈ - Reserve Bank of India
ધી મહેસાણા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ
03 નવેમ્બેર 2015 ધી મહેસાણા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જીલ્લા મહિસાગર ઉપર ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 22 (3) (બી) ની જોગવાઈ, “સહકારી બેંકના કાર્યોનું સંચાલન તેના હાલના તેમજ ભવિષ્યના થાપણદારોના હિતને અનુકૂળ હોય તે રીતે કરવામાં આવતું નથી અથવા ન કરવામાં આવે તેમ સંભાવના છે” ના ઉલ્લંઘન બદલ, તેમજ તારીખ 23 ફેબ્રુઆરી 2004 નો ભારતીય રિઝર્વ બેંકના પરિપત્ર સં. આરપીસીડી.સીઓ.આરએફ.બીસી.65/07.02.03/2003-04 ના પરિશિષ્ટ-I ના પેરા 5માં સૂચિત કરવામાં આવ્યા અનુસાર અસર્જક રોકાણોના સંબંધમાં કરવામાં આવેલા જોગવાઈઓથી સંબંધિત વિવેકપૂર્ણ લેખાંકન માનદંડો પર રિઝર્વ બેંકના નિર્દેશો/માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન કરવા બદલ ₹. 5.00 લાખનો (રૂપિયા પાંચ લાખ પૂરા) નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બેંકે તારીખ 31.03.2014ની બેંકની નાણાકીય સ્થિતિના અનુસાર નાબાર્ડ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણના તારણોના આધાર ઉપર બેંકને કારણદર્શક નોટિસ જારી કરી હતી જેના પ્રતિભાવમાં બેંકે ક્ષેત્રીય નિર્દેશક, ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદને એક લેખિત ઉત્તર પાઠવ્યો હતો તથા વ્યક્તિગત રૂપથી તથ્યો પ્રસ્તુત કર્યા હતા. કેસની હકિકતો, અને ઉક્ત બાબતમાં બેંકનો ઉત્તર ઉપર વિચાર કર્યા બાદ રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ ઉપર આવી કે ઉલ્લંઘનો સાબિત થઈ ગયા છે અને નાણાકીય દંડ લાદવો યોગ્ય છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/1065 |