RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

109922438

ભારતીય રિઝર્વ બેંકે ધી મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કૉ-ઓપરેટીવ બેંક લિ., મહેસાણા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 13 ડિસેમ્બર 2023ના આદેશ દ્વારા, ધી મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કૉ-ઓપરેટીવ બેંક લિ., મહેસાણા, ગુજરાત (બેંક) પર પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવીપર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન અને બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની (અધિનિયમ) કલમ 56 સાથે કલમ 26(2)ને વાંચતાં તે હેઠળની જોગવાઇઓ ના ઉલ્લંઘન બદલ 3.00 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિનિયમ ની કલમોં 46(4)() અને 56ની સાથે કલમ 47(1)()ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે બાબત જાણવામાં આવી કે બેંકે (i) વિવેકપૂર્ણ આંતરબેંક કાઉન્ટર પાર્ટી એક્સપોઝર મર્યાદા નું ઉલ્લંઘન કર્યું હતું અને (ii) થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળમાં જમા કરવા પાત્ર રકમની તબદીલી કરી નહોતી. તે સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને કથિત નિર્દેશોનું અને અધિનિયમની જોગવાઇઓનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ પર આવી કે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશોના અને અધિનિયમની જોગવાઇઓના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને બેંક પર નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ)  
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/1631                                                                     

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?