ભારતીય રિઝર્વ બેંકે ધી નવાનગર કો-ઑપરેટીવ બેંક લિ., જામનગર, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, ધી નવાનગર કો-ઑપરેટીવ બેંક લિ., જામનગર, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ અને ‘નાણાકીય પત્રકો – રજૂઆત અને ખુલાસા (Presentation and Disclosures)’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.50 લાખ (રૂપિયા બે લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. માર્ચ 31, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના અનનુપાલન અને તે સંબંધિત સમગ્ર પત્રવ્યવહારના અંગેના પર્યવેક્ષણીય તારણોના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે અન્ય બાબતોની સાથે બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. બેંકે:
(પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/1508 |