RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108887834

ભારતીય રિઝર્વ બેંકે ધી સર્વોદય સહકારી બેંક લિ., મોડાસા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

03 ઓક્ટોબર 2023

ભારતીય રિઝર્વ બેંકે ધી સર્વોદય સહકારી બેંક લિ., મોડાસા, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 31 ઓગષ્ટ, 2023ના આદેશ દ્વારા, ધી સર્વોદય સહકારી બેંક લિ., મોડાસા, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’; અને ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ અને ‘થાપણો પર વ્યાજનો દર – નિર્દેશો, 2016’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹6.00 લાખ (રૂપિયા છ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(i) અને કલમ 56ની સાથે કલમ 47A (1) (c)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) બેંકના નિર્દેશકના એક સગાંને અને જ્યાં નિર્દેશકના સગાવ્હાલાં ગેરંટીકર્તા તરીકે ઊભા હતા તેવા કિસ્સાઓમાં પણ ઋણ સુવિધાઓ મંજુર કરી હતી, (ii) આંતર-બેંક કુલ એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું, અને (iii) આંતરબેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું, (iv) પરીપકવ બાંધી મુદતની થાપણો પર, પરિપકવતાની તારીખથી ચૂકવણીની તારીખ સુધી, બચત થાપણો પર લાગૂ દર અથવા અનુબંધિત વ્યાજ દર, બેમાંથી જે ઓછો હોય, તે મુજબ વ્યાજની ચૂકવણી કરી નહોતી, તેના સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/1032

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?