<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકે ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બે - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ
02 મે 2023 ભારતીય રિઝર્વ બેંકે ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત (ગુજરાત) પર ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 27 એપ્રિલ, 2023ના આદેશ દ્વારા, ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત (ગુજરાત) (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં, પેઢીઓ / સંસ્થાઓ જેમાં તેઓ હિત ધરાવતા હોય તેને ઋણ અને ધિરાણ’ અને ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹10.00 લાખ (રૂપિયા દસ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં લેતા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) (i) અને કલમ 56 ની સાથે કલમ 47એ (1) (ગ) ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 31 માર્ચ 2022 ના રોજ બેંકની વિત્તીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા બેંકના વૈધાનિક નિરીક્ષણ (statutory inspection), તેને લગતા નિરીક્ષણ અહેવાલ (Inspection Report) અને જોખમ મૂલ્યાંકન અહેવાલ (Risk Assessment Report) તેમજ તે સંબંધિત સમગ્ર પત્ર વ્યવહાર ના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) તેના નિર્દેશકોમાંના એક નિર્દેશકના સગાને લોન મંજૂર કરી હતી, અને (ii) વિવેકપૂર્ણ આંતર-બેંક (કુલ-gross) એક્સપોઝર્સ માનદંડોનો ભંગ કર્યો હતો, જેના પરિણામે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન થયું હતું. ઉક્ત બાબતના આધાર પર, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેને એમ પૂછવામાં આવ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોના ઉલ્લંઘન માટે તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2023-2024/159 |