<font face="mangal" size="3px">ધી વર્ધમાન કો-ઓપરેટીવ બેંક લિ., જીલ્લા જામનગર (ď - આરબીઆઈ - Reserve Bank of India
ધી વર્ધમાન કો-ઓપરેટીવ બેંક લિ., જીલ્લા જામનગર (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ
05 નવેમ્બર 2015 ધી વર્ધમાન કો-ઓપરેટીવ બેંક લિ., જીલ્લા જામનગર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે ધી વર્ધમાન કો-ઓપરેટીવ બેંક લિ., જીલ્લા જામનગર ઉપર, (i) ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) સંબંધિત જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ અને સૂચનોના ઉલ્લંઘન કરવા બદલ, અને (ii) શંકાસ્પદ લેણ-દેણના વ્યવહારોને ઓળખવા માટેની પ્રણાલીને અમલમાં નહીં મૂકવા બદલ તેમજ એફઆઈયુ (ભારત) ને એસટીઆર સુપ્રત નહીં કરવા બદલ, અને (iii) ગ્રાહકોનું જોખમ-આધારિત વર્ગીકરણ યોગ્ય રીતે અમલમાં નહીં મૂકવા બદલ ₹ 5.00 લાખનો (રૂપિયા પાંચ લાખ પૂરા) નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકની કરેલી તપાસના તારણોના આધારે બેંકને કારણદર્શક નોટિસ જારી કરી હતી જેના પ્રતિભાવમાં બેંકે તેનો લેખિત ઉત્તર આપ્યો હતો તેમજ ક્ષેત્રીય નિર્દેશક, ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદના અધ્યક્ષપદ હેઠળની વરિષ્ઠ અધિકારીઓની સમિતિ આગળ અંગત રજૂઆત પણ કરી હતી. કેસની હકિકતો તેમજ બેંકનો ઉત્તરને ધ્યાનમાં લેતા, રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ ઉપર આવી કે ઉલ્લંઘનો સાબિત થઈ ગયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/1093 |