ભારતીય રિઝર્વ બેંકે ધી વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., વિરમગામ, જિલ્લો અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., વિરમગામ, જિલ્લો અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
14 સપ્ટેમ્બર 2023 ભારતીય રિઝર્વ બેંકે ધી વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., વિરમગામ, ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 22 ઓગષ્ટ, 2023ના આદેશ દ્વારા, ધી વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., વિરમગામ, જિલ્લો અમદાવાદ, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન/ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’, ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબીસ) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો તેમજ પર્યવેક્ષી કાર્યવાહી માળખા (Supervisory Action Framework – SAF) અંતર્ગત આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ચોક્કસ નિર્દેશોના અપરિપાલન બદલ ₹5.00 લાખ(રૂપિયા પાંચ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલી બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સંબંધિત સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) એવાં ધીરાણ મંજૂર કર્યાં હતાં જેમાં બેંકના નિર્દેશકોના સગાવ્હાલાં જામીન / ગેરંટીકર્તા તરીકે ઊભા રહ્યા હતાં, (ii) વિવેકપૂર્ણ અંતર-બેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું, (iii) પર્યવેક્ષી કાર્યવાહી માળખા અંતર્ગત જારી કરવામાં આવેલા ચોક્કસ નિર્દેશોનું ઉલ્લંઘન કરીને ભારતીય સ્ટેટ બેંક દ્વારા થાપણો પર ઑફર કરવામાં આવતા વ્યાજના દરો કરતાં વધુ વ્યાજના દરો ઑફર કર્યા. ઉક્ત બાબતના આધાર પર, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેને એમ પૂછવામાં આવ્યું કે તેમાં જણાવેલ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના ઉપરોક્ત નિર્દેશોના અપરિપાલનને લગતો આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાલ) પ્રેસ જાહેરાત: 2023-2024/920 |