બે અધિકૃત ડીલરો ઉપર આર બી આઇ દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
એપ્રિલ 26, 2017
બે અધિકૃત ડીલરો ઉપર આર બી આઇ દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ FEMA 1999 અંતર્ગત જાણ કરવા બાબત ના ભારતીય રિઝર્વ બેંક ની સુચના ના ઉલ્લંઘન માટે નીચે ની બે બેંકો ઉપર ભારતીય રિઝર્વ બેંક દ્વારા દંડ લાદવામાં આવેલ છે.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા વખતો વખત જારી કરવામાં આવેલ સુચના / આદેશો / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન ને ધ્યાન માં રાખીને FEMA 1999 ની કલમ ૧૧(૩) હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત આ દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે તેમજ તે બાબત માં મૌખિક રજૂઆત પણ કરેલ છે.આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં કરેલી રજૂઆત ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2016-2017/2896 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: