ભારતીય રિઝર્વ બેંકે વડનગર નાગરીક સહકારી બેંક લિ., વડનગર, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે વડનગર નાગરીક સહકારી બેંક લિ., વડનગર, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
19 ઓક્ટોબર 2023 ભારતીય રિઝર્વ બેંકે વડનગર નાગરીક સહકારી બેંક લિ., વડનગર, ગુજરાત ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 18 સપ્ટેમ્બર, 2023ના આદેશ દ્વારા, વડનગર નાગરીક સહકારી બેંક લિ., વડનગર, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સહ પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’; અને ‘સહકારી બેંકો - થાપણો પર વ્યાજનો દર’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) નિર્દેશકોમાંના એકના સગા જ્યાં ગેરંટીકર્તા તરીકે ઊભા હતા ત્યાં લોન મંજુર કરી હતી, અને (ii) પરીપકવ બાંધી મુદતની થાપણો પર, પરિપકવતાની તારીખથી ચૂકવણીની તારીખ સુધી, લાગૂ પડતા દર મુજબ વ્યાજની ચૂકવણી કરી નહોતી. પરિણામે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાલ) પ્રેસ જાહેરાત: 2023-2024/1142 |