યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર (મહારાષ્ટ્ર) ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો નાણાકીય દંડ
મે 16, 2017 યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર (મહારાષ્ટ્ર) બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-A (1) (b) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે, યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર ઉપર “તમારા ગ્રાહક ને જાણો” ના અનુપાલન અને RBI ની સૂચનાઓ નો ભંગ કરવા માટે ₹ 1,00,000/- (રૂપિયા એક લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદેલો છે. ભારતીય રિઝર્વ બેન્કે, બેન્ક ને કારણદર્શક નોટિસ જારી કરી હતી જેના પ્રતિભાવમાં બેન્કે લેખિત જવાબ રજૂ કર્યો હતો. આ બાબત માં કેસની હકીકતો અને બેન્ક ના જવાબ ને ધ્યાનમાં લેતા ભારતીય રિઝર્વ બેન્ક એવા નિષ્કર્ષ પર આવી છે કે ઉલ્લંઘનો સાબિત થઈ ગયા છે અને અને દંડ લાદવો આવશ્યક છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન:2016-2017/3082 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: