<font face="mangal" size="3">ધી સિકન્દરાબાદ કો- ઓપરેટીવ અર્બન બેંક લીમીટે&# - આરબીઆઈ - Reserve Bank of India
ધી સિકન્દરાબાદ કો- ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, હૈદરાબાદ તેલંગના ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
તારીખ : જુન 08, 2018 ધી સિકન્દરાબાદ કો- ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, હૈદરાબાદ તેલંગના ઉપર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (2) અને (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1) (a) અને (c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ઓટોમેટેડ ટેલર મશીન (એ ટી એમ) ઇન્સ્ટોલ કરવા બાબત ના, રીવાઈઝડ સુપરવાઈઝરી એક્શન ફ્રેમવર્ક (એસએએફ) અંતર્ગત બેંક ઉપર લાદવામાં આવેલી સુપરવાઈઝરી મર્યાદાઓ, એક્ષ્પોઝર નોર્મ્સ, ભારતીય રિઝર્વ બેંક ને ખોટી માહિતી આપવા બાબતના અને અન્વેષણ દરમ્યાન જરૂરી રેકર્ડ ન આપવા બાબત ના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી સિકન્દરાબાદ કો- ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, હૈદરાબાદ તેલંગના ઉપર રૂ. 2,50,000/-(અંકે બે લાખ પચાસ હજાર) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા, આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ આપેલ છે. આ કેસ ની હકીકતો, બેન્કે આ બાબત માં આપેલ જવાબ અને વ્યક્તિગત સુનાવણી ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/3224 |