<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક ક્રેડીટ એગ્રીકોલ કોર્પોđ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર દંડ લગાવે છે
તારીખ: 20 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 47 A (1) (c), કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 ની કલમ 6 ની જોગવાઈઓ ના ઉલ્લંઘન બદલ રૂ. 10 મીલીયન નો દંડ લગાવેલ છે. બેંક તેની આઉટ સોર્સિંગ એજન્સી ક્રેડીટ એગ્રીકોલ સીઆઇબી સર્વિસીઝ પ્રાઇવેટ લીમીટેડ ને સેવાઓ પૂરી પાડવામાં અને તેમાંથી ફી કમાવવામાં સંડોવાયેલી હતી. આ પ્રવૃતિઓ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 6(1) હેઠળ સ્વીકાર્ય ન હોવાથી બેન્કને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 6 ના ઉલ્લંઘન બદલ કારણદર્શી નોટીસ આપવામાં આવી હતી. બેંક ના પ્રત્યુત્તર, વ્યક્તિગત રજૂઆત અને રેકર્ડ પર ઉપલબ્ધ દસ્તાવેજો ની કાળજીપૂર્વકની વિચારણા ને અંતે, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘન સાબિત થતું હતું અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/979 |