રિઝર્વ બેંકે જાગૃતિ કો-ઓપરેટીવ અર્બન બેંક લિ., હૈદ્રાબાદ, તેલંગાના પર નાણાંકીય દંડ લાદયો
૯ જુલાઈ ૨૦૧૮ રિઝર્વ બેંકે જાગૃતિ કો-ઓપરેટીવ અર્બન બેંક લિ., હૈદ્રાબાદ, તેલંગાના પર નાણાંકીય દંડ લાદયો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૪૬(૪) સાથે વંચાતી કલમ ૪૭ એ(૧)(સી) ની જોગવાઈઓ હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને સંચાલક મંડળ (અર્બન કો-ઓપરેટીવ બેંકો) પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરેલ સૂચનો / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન બદલ જાગૃતિ કો-ઓપરેટીવ અર્બન બેંક લિ., હૈદ્રાબાદ, તેલંગાના પર ₹ ૨૫,૦૦૦/- (પચીસ હજાર રૂપિયા માત્ર) નો નાણાંકીય દંડ લાદયો છે. ભારતીય રિઝર્વ બેંકે ઉપરોક્ત બેંકને ‘કારણ બતાવો’ નોટીસ જારી કરી હતી જેના પ્રતિભાવ માં બેંકે લેખિત જવાબ પ્રસ્તુત કર્યો હતો. આ વિષયના તથ્યો, બેંકનો ઉત્તર અને વ્યક્તિગત સુનાવણી પછી ભારતીય રિઝર્વ બેન્ક એ નિષ્કર્ષ પર આવી છે કે ઉલ્લંઘનો સિદ્ધ થાય છે અને દંડ લગાવવાની આવશ્યકતા છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/80 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: