<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક કૌજાલ્ગી અર્બન કો-ઓપરેટીĒ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક કૌજાલ્ગી અર્બન કો-ઓપરેટીવ ક્રેડીટ બેંક લીમીટેડ, કૌજાલ્ગી, કર્ણાટકા પર દંડ લગાવે છે
તારીખ: 27 ફેબ્રુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક કૌજાલ્ગી અર્બન કો-ઓપરેટીવ ક્રેડીટ બેંક લીમીટેડ, કૌજાલ્ગી, કર્ણાટકા પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી કૌજાલ્ગી અર્બન કો-ઓપરેટીવ ક્રેડીટ બેંક લીમીટેડ, કૌજાલ્ગી, કર્ણાટકા પર, ભારતીય રિઝર્વ બેંક ની “ધી ડીપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014” પરની સૂચનાઓ/ માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ તથા આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ નો યોર કસ્ટમર / એન્ટી મની લોન્ડરીંગ (KYC/AML) ને લગતા નિર્દેશો નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1.00 લાખ (રૂપિયા એક લાખ ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબ માં બેંકે તેના અનુપાલન માટે સમય વધારવાની માંગણી કરી હતી. જો કે સમય માં વધારો બે વાર મંજૂર કરવામાં આવેલ હતો છતાંપણ બેન્કે અનુપાલન પ્રસ્તુત કર્યું ન હતું અને વ્યક્તિગત રજૂઆત પણ ન કરી. કેસ ના તથ્યો અને બેંક ની આ બાબત પર પ્રત્યુત્તર આપવાની નિષ્ફળતા પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/2293 |