<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્ર - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર, ભારતીય રિઝર્વ બેંક ની નો યોર કસ્ટમર (KYC) ધોરણો / એન્ટી મની લોન્ડરીંગ(AML) પગલાં ને લગતી માર્ગદર્શિકાઓ/ સૂચનાઓ/નિર્દેશો નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1.00 લાખ (રૂપિયા એક લાખ ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબ માં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો તથા તેના પર મૌખિક રજૂઆત પણ કરી હતી. કેસ ના તથ્યો અને બેંક ના આ બાબત પરના પ્રત્યુત્તર પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/1748 |