<font face="mangal" size="3">રિઝર્વ બેંકે નેશનલ કો-ઓપરેટીવ બેંક લિ., પ્રતાપ& - આરબીઆઈ - Reserve Bank of India
રિઝર્વ બેંકે નેશનલ કો-ઓપરેટીવ બેંક લિ., પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ પર નાણાંકીય દંડ લાદયો
૫ જુલાઈ ૨૦૧૮ રિઝર્વ બેંકે નેશનલ કો-ઓપરેટીવ બેંક લિ., પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ પર નાણાંકીય દંડ લાદયો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૪૬(૪) સાથે વંચાતી કલમ ૪૭ એ(૧)(સી) ની જોગવાઈઓ હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને એક્સપોઝર સંબંધિત ધોરણો અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો, તમારા ગ્રાહકને જાણો (કેવાયસી) ધોરણો અને ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપનીઓ (સીઆઈસી) નું સભ્યપદ પ્રાપ્ત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરેલ સૂચનો / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન બદલ નેશનલ કો-ઓપરેટીવ બેંક લિ., પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ પર ₹ ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ રૂપિયા માત્ર) નો નાણાંકીય દંડ લાદયો છે. ભારતીય રિઝર્વ બેંકે ઉપરોક્ત બેંકને ‘કારણ બતાવો’ નોટીસ જારી કરી હતી જેના પ્રતિભાવ માં બેંકે લેખિત જવાબ પ્રસ્તુત કર્યો હતો. આ વિષયના તથ્યો પર વિચારણા કર્યા પછી રિઝર્વ બેન્ક એ નિષ્કર્ષ પર આવી છે કે ઉલ્લંઘનો સિદ્ધ થાય છે અને દંડ લગાવવાની આવશ્યકતા છે. આશીષ દરયાની પ્રેસ પ્રકાશન: 2018-2019/44 |