<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક ધી દેવી ગાયત્રી કો-ઓપરેટી - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવે છે
તારીખ: 28 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 47 A (1) (b), કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર, ડાયરેક્ટરો અને તેમનાં સંબંધીઓને (સગાઓને) લોન અને એડવાન્સીસ પરના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો /માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1.00 લાખ (રૂપિયા એક લાખ ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબ માં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો. કેસ ના તથ્યો અને બેંક ના આ બાબત પરના પ્રત્યુત્તર પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/1062 |