<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંકે ધિ હારિજ નાગરિક સહકારી બ& - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધિ હારિજ નાગરિક સહકારી બેંક લિમિટેડ, હારિજ, જિલ્લા પાટણ (ગુજરાત) પર દંડ લગાવ્યો
31 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ હારિજ નાગરિક સહકારી બેંક લિમિટેડ, હારિજ, ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ 36 (1) અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિચાલનગત સૂચનો, બૂલેટ પરતચૂકવણીના વિકલ્પ સહિતની સુવર્ણ લોન સંબંધિત રિઝર્વ બેંકની માર્ગદર્શિકાઓ, ગ્રાહકોને વિશિષ્ટ ગ્રાહક ઓળખાણ કોડ (યૂસીઆઈસી) ફાળવવા સંબંધિત આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) / ધનશોધન નિવારણ (એએમએલ) માર્ગદર્શિકાઓના ઉલ્લંઘન કરવા માટે ધિ હારિજ નાગરિક સહકારી બેંક લિમિટેડ, હારિજ, જિલ્લા પાટણ (ગુજરાત) પર ₹ 3.00 લાખ (રુપિયા ત્રણ લાખ માત્ર) નો મૌદ્રિક દંડ લાદવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે 31.03.2015 ની સ્થિતિ અનુસાર નાણાકીય સ્થિતિના નિરિક્ષણના તારણોના આધાર પર બેંકને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આના જવાબમાં આ બેંકે એક લેખિત જવાબ પ્રસ્તુત કર્યો હતો અને ક્ષેત્રીય નિર્દેશક, ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદની અધ્યક્ષતાવાળી વરિષ્ઠ અધિકારીઓની એક સમિતિ (સીએસઓ) સમક્ષ વ્યક્તિગત રૂપથી પણ રજૂઆત કરી હતી. આ કેસની હકિકતો અને આ કેસમાં બેંકે આપેલ જવાબ પર વિચાર કર્યા બાદ, રિઝર્વ બેંક એ નિષ્કર્ષ પર પહોંચી કે ઉલ્લંઘન સિદ્ધ થાય છે અને બેંક પર દંડ લાદવો ઉચિત છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/2312 |