ભારતીય રિઝર્વ બેંકે ધિ જંબુસર પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, જંબુસર જિલ્લા ભરૂચ (ગુજરાત) પર દંડ લગાવ્યો
31 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ જંબુસર પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, જંબુસર ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ 36 (1) અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિચાલનગત સૂચનો, સરકારી જામીનગીરીઓના હોલ્ડીંગ અંગેના ત્રિમાસિક પ્રમાણપત્ર પ્રસ્તુત કરવા, એફઆઈયૂ-આઈએનડી, નવી દિલ્હીને રોકડ લેણદેણ રિપોર્ટની પ્રસ્તુતિથી સંબંધિત ધનશોધન નિવારણ (એએમએલ) ઉપાયો તથા સંદિગ્ધ લેણદેણના વ્યવહારોને ઓળખવા માટે કોઈ પ્રકારની પ્રણાલી સ્થાપિત કરવા સંબંધિત સૂચનોનું ઉલ્લંઘન કરવા બદલ ધિ જંબુસર પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, જંબુસર, જિલ્લા ભરૂચ (ગુજરાત) પર ₹ 3.00 લાખ (રુપિયા ત્રણ લાખ માત્ર) નો મૌદ્રિક દંડ લાદવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે 31.03.2015 ની સ્થિતિ અનુસાર નાણાકીય સ્થિતિના નિરિક્ષણના તારણોના આધાર પર બેંકને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આના જવાબમાં આ બેંકે એક લેખિત જવાબ પ્રસ્તુત કર્યો હતો અને ક્ષેત્રીય નિર્દેશક, ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદની અધ્યક્ષતાવાળી વરિષ્ઠ અધિકારીઓની એક સમિતિ (સીએસઓ) સમક્ષ વ્યક્તિગત રૂપથી પણ રજૂઆત કરી હતી. આ કેસની હકિકતો અને આ કેસમાં બેંકે આપેલ જવાબ પર વિચાર કર્યા બાદ, રિઝર્વ બેંક એ નિષ્કર્ષ પર પહોંચી કે ઉલ્લંઘન સિદ્ધ થાય છે અને બેંક પર દંડ લાદવો ઉચિત છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/2317 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: