RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510014

રિઝર્વ બેન્કે ધ નીડ્સ ઓફ લાઇફ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઇ પર દંડ લાદયો

૧૦ ઓક્ટોબર ૨૦૧૭

રિઝર્વ બેન્કે ધ નીડ્સ ઓફ લાઇફ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઇ પર દંડ લાદયો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે ) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ તથા તેઓ રસ ધરાવતા હોય તેવી સંસ્થાઓને અસુરક્ષિત ઓવરડ્રાફટ સવલતો ની મંજુરી પર મનાઈ , બૅન્ક દ્વારા અપાયેલ દાન ને લગતા ઉલ્લંઘનો, પેઇડ અપ મૂડીના 5% હિસ્સાના વ્યક્તિગત શેરની મર્યાદાનો ભંગ, રીઅલ એસ્ટેટ , કોમર્સિયલ એસ્ટેટ અને હાઉસિંગ લોન ની એક્સપોઝર મર્યાદાનો ભંગ, તારણ વગરની ક્રેડિટની ૧૦% બાકીની મર્યાદા, રૂપિયા 2.00 લાખની વ્યક્તિગત તારણ વગરની ક્રેડિટ મર્યાદાનું ઉલ્લંઘન, અને ડિપોઝિટર શિક્ષણ અને જાગરૂકતા ભંડોળ (DEAF) માટેનાં નાણાં મોકલવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે ધ નીડ્સ ઓફ લાઇફ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઇ પર રૂપિયા ૫.૦૦ લાખ (રૂપિયા પાંચ લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદયો છે.

ભારતીય રિઝર્વ બેંકે, બેંકને “કારણ દર્શાવો નોટિસ” જારી કરી હતી, જેના પ્રતિભાવમાં બેંકે લેખિત જવાબ આપ્યો હતો. 4 સપ્ટેમ્બર 2017 ના રોજ વ્યક્તિગત સુનાવણીમાં હાજર રહેવામાં બેંક નિષ્ફળ ગઈ. કેસની હકીકતો પર વિચારણા કર્યા પછી અને બેન્કના એ અંગેના જવાબ પછી રિઝર્વ બૅન્ક એ નિષ્કર્ષ પર આવી કે ઉલ્લંઘનો સિદ્ધ થાય છે અને દંડ લાદવાની જરૂર છે.

અજિત પ્રસાદ
મદદનીશ સલાહકાર

પ્રેસ્ પ્રકાશન: 2017-2018/981

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?