રાજસમન્દ અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, રાજસમન્દ ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાંકીય દંડ
માર્ચ 01, 2017 રાજસમન્દ અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, રાજસમન્દ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-એ (1) c ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે રાજસમન્દ અર્બન કો ઓપ બેન્ક લિમિટેડ, રાજસમન્દ ને (i) ઋણ લેનાર ની શેર મૂડી નું ઋણ સાથે જોડાણ (ii) વ્યક્તિગત ઋણ લેનાર માટે નિર્ધારિત કરવામાં આવેલી એકસપોઝર મર્યાદા નો ભંગ (iii) નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અસુરક્ષિત લોન આપવી અને કેશ ક્રેડિટ ખાતા માં વારંવાર નિર્ધારિત મર્યાદા કરતાં વધૂ નો ઓવેરડ્રાફ્ટ આપવો (iv) બિન બેંકિગ મિલકતો હસ્તગત કરવી, ને લગતી ભારતીય રિઝર્વ બેન્કની ની સૂચનાઓ અને નિર્દેશો ના ઉલ્લંઘન કરવા માટે ₹ 5,00,000/- (રૂપિયા પાંચ લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદેલો છે. ભારતીય રિઝર્વ બેન્કે ઇન્સ્પેક્શન રિપોર્ટ ના તારણો ને આધારે બેન્ક ને કારણદર્શક નોટિસ જારી કરી હતી જેના પ્રતિભાવમાં બેન્કે લેખિત જવાબ રજૂ કર્યો હતો અને ભારતીય રિઝર્વ બેંક ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. કેસની હકીકતો અને બેન્ક ના જવાબ ને ધ્યાનમાં લેતા ભારતીય રિઝર્વ બેન્ક એવા નિષ્કર્ષ પર આવી છે કે ઉલ્લંઘનો સાબિત થઈ ગયા છે અને અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/2328 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: