<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક ધી તુમકુર વીરશૈવા કો ઓપરે - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર દંડ લગાવે છે
તારીખ: 19 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 47 A (1) (b), કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર , ભારતીય રિઝર્વ બેંક ની તારીખ 11 એપ્રિલ 2005 ના પરિપત્ર, જે તેના અગાઉ ના વર્ષ ના નફાના 1% થી વધુ દાન ની ચુકવણી ને પ્રતિબંધિત કરે છે અને KYC/AML માર્ગદર્શિકાઓ પરના તારીખ 01 જૂલાઈ 2015 ના માસ્ટર પરિપત્ર ના પેટા પેરા (iv) (d), 3.2.2.1 (B) માં સમાવિષ્ટ વ્યક્તિઓ સિવાય ના ખાતા ખોલતી વખતે કસ્ટમર્સ ડ્યુ ડીલીજન્સ પરની સૂચનાઓ/માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 10 લાખ (રૂપિયા દસ લાખ ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબ માં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો. કેસ ના તથ્યો અને બેંક ના આ બાબત પરના પ્રત્યુત્તર પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/971 |