<font face="mangal" size="3">ધી યુનાઈટેડ કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બગનાન સ્ - આરબીઆઈ - Reserve Bank of India
ધી યુનાઈટેડ કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બગનાન સ્ટેશન રોડ (નોર્થ), પીઓ- બગનાન, જીલ્લો હાવરા, વેસ્ટ બંગાળ ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : મે 16, 2018 ધી યુનાઈટેડ કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બગનાન સ્ટેશન રોડ (નોર્થ), પીઓ- બગનાન, જીલ્લો હાવરા, વેસ્ટ બંગાળ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (2) અને (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1) (a) અને (c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, અ. તારીખ 1 જુલાઈ 2015 ના ઓપરેશન એરિયા,બ્રાન્ચ ઓથોરાઈઝેશન પોલીસી, એક્શ્તેનશન કાઉનટર ઓપનીંગ / અપગ્રેડેશન, એ ટી એમ અને શીફટીંગ /સ્પ્લીટીંગ /ક્લોઝર ઓફ ઓફીસ અંગે ના માસ્ટર સર્ક્યુલર માં દર્શાવેલા આર બી આ ઈ ના નિર્દેશો /માર્ગદર્શિકા બ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 35(2) ના ઉલ્લંઘન/ પાલન ન કરવા બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી યુનાઈટેડ કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બગનાન સ્ટેશન રોડ (નોર્થ),પીઓ- બગનાન,જીલ્લો હાવરા, વેસ્ટ બંગાળ ઉપર રૂ. 5,00,000/-(અંકે રૂપિયા પાંચ લાખ) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. 31 માર્ચ 2016 ની બેંક ની નાણાકીય સ્થિતિ ના અન્વેષણ દ્વારા મળેલી માહિતી ને આધારે ભારતીય રિઝર્વ બેંક દ્વારા, આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ આપેલ છે અને ભારતીય રિઝર્વ બેંક કલકત્તા ક્ષેત્રિય નિર્દેશક ની અધ્યક્ષતા હેઠળ સીનીયર અધિકારીઓ ની કમિટી સમક્ષ રૂબરૂ રજૂઆત કરેલ છે. આ કેસ ની હકીકતો અને બેન્કે આ બાબત માં આપેલ જવાબ ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો નો આરોપ પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/3013 |