<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેન્કે ટ્રાન્સપોર્ટ કો ઓપરેટē - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેન્કે ટ્રાન્સપોર્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ, ઈંદોર ઉપર દંડ લાદેલો છે
માર્ચ 16, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ટ્રાન્સપોર્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ, ઈંદોર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-એ (1) (બી) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે ટ્રાન્સપોર્ટ કો ઓપરેટિવ, ઈંદોર ને, લોન એક્સ્પોઝર નોર્મ્સ, તમારા ગ્રાહક ને જાણો (KYC) નોર્મ્સ, આર.બી.આઈ ના ઇન્સ્પેક્શન રીપોર્ટ નું અનુપલન ને લગતી ભારતીય રિઝર્વ બેન્કની ની સૂચનાઓ અને નિર્દેશો ના ઉલ્લંઘન કરવા માટે ₹ 5,00,000/- (રૂપિયા પાંચ લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદેલો છે. ભારતીય રિઝર્વ બેન્કે, બેન્ક ને કારણદર્શક નોટિસ જારી કરી હતી જેના પ્રતિભાવમાં બેન્કે લેખિત જવાબ રજૂ કર્યો હતો. કેસની હકીકતો અને બેન્ક ના જવાબ ને ધ્યાનમાં લેતા ભારતીય રિઝર્વ બેન્ક એવા નિષ્કર્ષ પર આવી છે કે ઉલ્લંઘનો સાબિત થઈ ગયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન : 2016-2017/2473 |