<font face="mangal" size="3">પ્રવર્તમાન રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેન્કનોટો - આરબીઆઈ - Reserve Bank of India
પ્રવર્તમાન રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેન્કનોટોના કાયદેસર ના ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવું
RBI/2016–2017/115 તારીખ: 09 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય / મહોદયા, પ્રવર્તમાન રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેન્કનોટોના કાયદેસર ના ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવું ઉપરોક્ત વિષય પરના અમારા 08 નવેમ્બર 2016 ના પરિપત્ર DIM (plg) No.1226/10.27.00/2016 – 2017 નું અવલોકન કરો. એકવાર ATMs જાહેરજનતાના કામકાજ / વ્યવહારો માટે પુન: શરૂ થાય ત્યારે ATMs રૂપિયા 500 અને રૂપિયા 1000 ની specified બેન્કનોટો નું વિતરણ બંધ કરે અને માત્ર રૂપિયા 100 અને રૂપિયા 50 ની બેન્કનોટોનું જ વિતરણ કરે તે સુનિશ્ચિત કરવા માટે, નીચેના પગલાં લેવાં જરૂરી છે: I 11 નવેમ્બર 2016 થી ATMs નો પુન: પ્રારંભ કરવો: ATMs માં ની સંબંધિત કેસેટોમાંથી specified બેન્કોના વિતરણ ને નિષ્ક્રિય કરવા સ્વીચ લેવેલે (જો જરૂરી હોય તો, તેમની આઉટસોર્સ / વ્યવસ્થાપિત સેવા પૂરી પાડનારાઓ દ્વારા) આવશ્યક ફેરફારો કરવા જોઈએ અને ATMs માં રહેલી પ્રવર્તમાન specified બેન્કનોટોને ખાલી કરવા માટે આવશ્યક વ્યવસ્થાઓ કરવી જોઈએ. II રૂપિયા 100 અને રૂપિયા 50 ની બેન્કનોટોના ATMs મારફતે વિતરણ માટે ATMs ની પુન:ગોઠવણી (Recalibration): બેંકો (જો આવશ્યક હોય તો, તેમની આઉટસોર્સ્ડ / વ્યવસ્થાપિત સેવા પૂરી પાડનારાઓ દ્વારા) એ સુનિશ્ચિત કરશે કે:
III કાર્ડદીઠ પ્રયેક દિવસે રૂપિયા 2000 ઉપાડ મર્યાદા: બેંકો (જારી કરનાર બેંકો) તેમની કાર્ડ મેનેજમેન્ટ સીસ્ટમ / કોર બેન્કિંગ સીસ્ટમ માં એ સુનિશ્ચિત કરવા આવશ્યક ફેરફારો કરે કે:
IV બેન્કિંગ કોરસપોન્ડન્ટસ દ્વારા ઉપાડ: BCs બેન્કના એજન્ટો છે. તેથી બેંકો BCs ને Micro – ATMs અને આધાર એનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ (AEPs) મારફત થતા રોકડ ડીપોઝીટ અને ઉપાડ ના વ્યવહારો માટે યોગ્ય સૂચનાઓ આપશે જેથી એ સૂનીશ્ચિત કરી શકાય કે specified બેન્કનોટોનું વિતરણ અને સ્વીકાર પ્રવર્તમાન સૂચનાઓ, અન્ય બાબતોની સાથોસાથ, બેંક કાઉન્ટર પર ઉપાડ ની મર્યાદાઓ (ભારત સરકારના તારીખ 08 નવેમ્બેર 2016 ના પ્રેસ પ્રકાશન માં દર્શાવ્યા મુજબ) નું અનુપાલન કરે છે. V કેશ ડીપોઝીટ મશીનો અને કેશ રીસાયકલર્સ મારફત ડીપોઝીટોનો સ્વીકાર: a) બેંકો તેમના કેશ ડીપોઝીટ મશીનો અને કેશ રીસાયકલર્સ ને તેમના દ્વારા નીચેની શરતોને પૂર્ણ કરવા પર કાર્યરત રાખી શકશે:
b) ATMs પર વ્યવહારો માટે લાગુ પડતી ઉપાડ મર્યાદાને અધીન, CDMs અને CRs, અત્યારની જેમ, નોન – SBN નોટોનો સ્વીકાર અને / અથવા વિતરણ ચાલુ રાખી શકે છે. VI નવી શ્રેણીઓની ઉચ્ચ મૂલ્યવર્ગની બેન્કનોટો (રૂપિયા 500 અને રૂપિયા 2000) ના વિતરણ અને સ્વીકાર માટે તૈયારી: બેન્કોએ સુનિશ્ચિત કરશે કે તેમના ATMs અને CDMs / CRs મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ઉચ્ચ મૂલ્યવર્ગની બેન્કનોટો ના વિતરણ (ઉપાડ) અને સ્વીકાર (ડીપોઝીટ) માટે તૈયાર રાખવામાં આવે જ્યારે તે (નવી બેન્કનોટો) પરિભ્રમણ માં મૂકવા માટે ઉપલબ્ધ હોય. 2. ઉપરોક્ત પરિપત્ર ના ફકરા 2 (ii) અને 2 (vi) માં સમાવિષ્ટ સૂચનાઓ ના ફેરફાર સ્વરૂપે, બેન્કોને હવે જણાવવામાં આવે છે કે White Label ATM ઓપરેટર્સ પાછી ખેંચેલ બેન્કનોટોને ડીપોઝીટ કરવા માટે તેમની રોકડ આપૂર્તિ કરતી બેંકો (જે પ્રાયોજક બેંક હોય કે ન પણ હોય) નો સંપર્ક કરે. 3. ગ્રાહક સેવામાં સુધારો લાવવા માટે, નીચે આપેલ વધારાની વ્યવસ્થાઓ ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે: (i) વિનિમય સંબંધિત સેવાઓ પૂરી પાડવા માટે, જરૂર જણાય તો, બેંક કાઉન્ટરો લંબાવેલ કલાકો સુધી ખુલ્લા રાખવા જોઈએ. (ii) વિનિમય સંબંધિત સેવાઓ અંગે જાહેરજનતાને મદદ કરવા માટે બેન્કોએ હેલ્પ લાઈન સ્થાપવી જોઈએ. હેલ્પ લાઈન ને લગતી માહિતી બેંક શાખાઓમાં પ્રદર્શિત કરવી જોઈએ અને બેન્કની વેબસાઈટ પર અપલોડ કરવી જોઈએ. (iii) પૂર્વ નિર્દિષ્ટ સાપ્તાહિક મર્યાદાને અધીન, PoS ટર્મિનલો પર કાર્ડદીઠ દૈનિક રૂપિયા 2000 નો રોકડ ઉપાડ કરવા દેવામાં આવે. 4. સમિક્ષા ના અંતે, અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્રના ફકરા 3 (iv) માં દર્શાવેલ બીઝનેસ કોરસ્પોન્ડન્ટસ મારફતે વિનિમય સવલત ની જોગવાઈ પર ની સૂચનાઓ પાછી ખેંચવામાં આવે છે. 5. આ સૂચનાઓ નો તત્કાલ અસરથી અમલ કરવામાં આવે. 6. કૃપયા પ્રાપ્તિ સૂચના મોકલો. આપનો વિશ્વાસુ, (પી. વિજયકુમાર) |