RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78496693

વર્તમાન રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેન્કનોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણને પરત ખેંચવું

RBI/2016–2017/112
DCM (plg) No.1226/10.27.00/2016–17

તારીખ: 8 નવેમ્બર 2016

ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ
સર્વે શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો સહિત / શહેરી સહકારી બેંકો / રાજ્ય સહકારી બેંકો /
જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો

પ્રિય મહોદય / મહોદયા,

વર્તમાન રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેન્કનોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણને પરત ખેંચવું

ભારત સરકાર બહાર પાડેલ તારીખ 08 નવેમ્બર 2016 ના ગેઝેટ નોટીફીકેશન નં. 2652 અન્વયે ભારતીય રીઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ રૂપિયા 500 અને રૂપિયા 1000 ના મૂલ્યવર્ગોની વર્તમાન શ્રેણીઓની બેન્કનોટો (હવે પછી અહીં જેનો ઉલ્લેખ Specified Bank Notes તરીકે કરેલો છે) જાહેરનામામાં ઉલ્લેખેલ હદ સુધી કાયદેસરના ચલણ તરીકે 09 નવેમ્બર 2016 થી બંધ થશે. એક નવી શ્રેણીઓની બેન્કનોટો, મહાત્મા ગાંધી (નવી) શ્રેણીઓ તરીકે ઓળખાતી, કે જે અલગ કદ અને ડીઝાઇન ધરાવતી, દેશના સાંસ્કૃતિક વારસા અને વૈજ્ઞાનિક સિદ્ધિઓને પ્રકાશિત કરતી હશે, તેને જારી કરવામાં આવશે. બેંક શાખાઓ પ્રાથમિક એન્જસીઓ હશે કે જેના દ્વારા જાહેરજનતાના સભ્યો અને અન્ય સંસ્થાઓ 30 ડીસેમ્બર 2016 સુધી Specified Bank Notes ને અન્ય વૈધ મૂલ્યવર્ગો ની બેન્કનોટો સામે વિનિમય કરી શકશે અથવા તેમના ખાતાઓમાં Specified Bank Notes ને જમા કરવા ડીપોઝીટ કરી શકશે. તેથી બેન્કોએ આ કાર્ય ને સર્વોચ્ચ અગ્રીમતા આપવી પડશે.

જાહેરજનતાના સભ્યો અને અન્ય સંસ્થાઓ તેમની વર્તમાન રૂપિયા 500 અને રૂપિયા 1000 ની નોટોનો વિનિમય કરી શેક તે માટે બેન્કોએ નીચેની વ્યવસ્થાઓ કરવી પડશે.

2. 09 નવેમ્બર 2016 ના રોજ કરવાની કાર્યવાહી:

(i) 09 નવેમ્બર 2016 (બુધવાર) એ બધી જ બેંક માટે બિન – કામકાજ (non – business) કાર્ય દિવસ રહેશે. જો કે શાખાઓ તે દિવસે આ પરિપત્ર અનુસાર યોજનાના અમલીકરણ માટે તૈયારીઓ કરવા કાર્ય કરશે.

(ii) ATMs માં સ્ટોક કરેલી, કેશ ડીપોઝીટ મશીનો, કેશ રીસાયકલર્સ, કોઈન વેન્ડિંગ મશીનો, અન્ય કોઇપણ પ્રકારના રોકડ વિતરણ / પ્રાપ્તિ ના મશીનો, CTI કંપનીઓ અને શાખા સાથે સંલગ્ન બીઝનેસ કોરસ્પોન્ડન્ટ પાસેની specified બેન્કનોટો ને તાત્કાલિક અસરથી પાછી લેવાની રહેશે. White Lable ATMs ની પ્રાયોજક બેંકો, તેમના દ્વારા પ્રાયોજિત White Lable ATMs માંથી specified બેન્કનોટો પાછી લેવા માટે જવાબદાર રહેશે.

(iii) 9 નવેમ્બર 2016 થી બેન્કોએ તેમની શાખાઓ, બીઝનેસ કોરસ્પોન્ડન્ટ મારફતે specified બેન્કનોટોને ઇસ્યુ કરવાનું બંધ કરવા માટે પગલાં લેશે.

(iv) તમામ ATMs, કેશ ડીપોઝીટ મશીન, કેશ રીસાયકલર્સ અથવા અન્ય મશીનો કે જેમનો ઉપયોગ રોકડ ની પ્રાપ્તિ અને ચૂકવણી માટે કરવામાં આવતો હોય તે 9 અને 10 નવેમ્બર 2016 ના રોજ બંધ રહેશે.

(v) બધાજ ATMs અને રોકડ વિતરણ કરતા મશીનો, 11 નવેમ્બર 2016 ના રોજ મશીનોના પુન:કાર્યાન્વયન પહેલાં, રૂપિયા 100 અને રૂપિયા 50 ના મૂલ્યવર્ગોની બેન્કનોટોના વિતરણ માટે પુન:રૂપરેખાંકિત કરવા પડશે; પરંતુ બેન્કોએ ATMs અને રોકડ વિતરણ મશીનો દ્વારા મહાત્મા ગાંધી (નવી) શ્રેણીઓની નોટોને જારી કરવાને લગતી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માંથી અલગ સૂચનાઓ માટે રાહ જોવી પડશે; જો કે તે નોટો 9 નવેમ્બર 2016 થી કાઉન્ટરો પર ઇસ્યુ કરી શકાશે.

(vi) બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ વ્યાખ્યાયિત થયેલ પ્રત્યેક બેન્કિંગ કંપની અને પ્રત્યેક ટ્રેઝરી અનુબંધ – 1 માં નિર્દિષ્ટ પ્રારૂપમાં 08 નવેમ્બર 2016 ના કામકાજના અંતે તેના પાસે રહેલી specified બેન્કનોટોની વિગતો દર્શાવતું રીટર્ન તૈયાર કરશે અને 10 નવેમ્બર 2016 ના રોજ 13:00 કલાક થી વિલંબિત નહી તે રીતે જે જે બેન્કની વડી કચેરી ભારતીય રીઝર્વ બેન્કના જે પ્રાદેશિક કાર્યાલય ના કાર્યક્ષેત્રમાં આવેલી હોય તેને મોકલશે. રીટર્નમાં ATMs, કેશ ડીપોઝીટ મશીનો, કેશ રીસાયકલર્સ, કોઈન વેન્ડિંગ મ્શીઓન, CIT કંપનીઓ, બિઝનેશ કોરસ્પોન્ડન્ટસ વેગેરે પાસેથી પાછી લીઘેલ specified બેન્કનોટોની વિગતોનો પણ સમાવેશ થવો જોઈએ.

(vii) શાખાઓએ આ specified બેન્કનોટોને લીન્કડ કરન્સી ચેસ્ટોમાં અથવા RBI માં ઝડપથી ડીપોઝીટ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ અને તેમના ખાતાઓમાં રકમ જમા કરાવવી જોઈએ.

(viii) શાખાઓએ તેમની રોકડ જરૂરિયાત નો અંદાજ કાઢવો જોઈએ અને લીન્કડ / નજીકની કરન્સી ચેસ્ટ / RBI માંથી અન્ય માન્ય મૂલ્યવર્ગોની બેન્કનોટો પ્રાપ્ત કરવી જોઈએ.

(ix) કેશ ડીપોઝીટ મશીનો / કેશ રીસાયકલર્સ એ 30 ડીસેમ્બર 2016 સુધી specified બેન્કનોટો ને સ્વીકારવાનું ચાલુ રાખવું જોઈએ.

(x) સામાન્ય જનતાને શિક્ષિત કરવા માટેની specified બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકેના લક્ષણ ને પાછું ખેંચવાને લગતી (અનુબંધ – 2 પ્રમાણે) અને મહાત્મા ગાંધી (નવી) શ્રેણીઓની બેન્કનોટોના વિશિષ્ટ લક્ષણો (અનુબંધ – 3 પ્રમાણે) ને લગતી માહિતી સામગ્રી પર્યાપ્ત જથ્થામાં છાપવી / નકલ કરવી પડશે અને જાહેરજનતા માં વહેંચવી પડશે / બેન્કિંગ હોલ / ATM કિયોસ્ક માં પ્રદર્શિત કરવાની રહેશે.

(xi) બેન્કોએ એક્ષ્ચેન્જ કાઉન્ટર ચલાવવા માટે સ્ટાફને નક્કી કરવો જોઈએ અને તેમને યોગ્ય રીતે યોજના વિષે અને અનુસરવાની પ્રક્રિયા વિષે માહિતગાર કરવા જોઈએ. એક્સચેન્જ કાઉન્ટર ચલાવતા સ્ટાફ ને અનુબંધ – 4 માં આપેલ FAQs ની એક નકલ પૂરી પાડવી જોઈએ.

(xii) બેન્કોએ કાર્યબોજ ને હળવો કરવા અને નકલી નોટોને સમયસર શોધવા તેમના કાઉન્ટરો પર પર્યાપ્ત સંખ્યામાં નોટ ગણન યંત્રો, UV લેમ્પ, નોટ સોર્ટીંગ મશીનો વગેરે પૂરા પાડવા જોઈએ. તારીખ 27 ઓક્ટોબર 2016 ના અમારા પરિપત્ર સંખ્યા DCM (FNVD) No.1134/16.01.05/2016–17 માં જણાવ્યા અનુસાર બેન્કિંગ હોલ, પબ્લિક એરિયા અને કાઉન્ટરોને CCTV સર્વેલન્સ હેઠળ રાખવા અને રેકોર્ડીંગની જાળવણી કરવી.

3. 10 નવેમ્બર 2016 ના રોજ ની કાર્યવાહી:

a. બેંક શાખાઓ સામાન્ય કામગીરી / વ્યવહારો તારીખ 10 નવેમ્બર 2016 ના રોજ શરૂ કરશે.

b. બેન્કોએ specified બેન્કનોટોના વિનિમય / ડીપોઝીટના સ્વીકારની સવલતો પૂરી પાડવાને સર્વોચ્ચ અગ્રીમતા આપવી પડશે અને જનતાની માંગને પહોંચી વળવા વધારાના કાઉન્ટરો ખોલવા પડશે તથા જો જરૂર જણાય તો, વધારેલા કલાકો માટે કાઉન્ટરો ખુલ્લા રાખવા જોઈએ. આ હેતુ માટે મહત્તમ સ્ટાફને રોકવો જોઈએ. વધારાના કાર્યબોજ ને પહોંચી વળવા, જો જરૂર જણાય તો, બેંકો નિવૃત્ત કર્મચારીઓને હંગામી સમય માટે કાર્ય પર રાખવાનું વિચારી શકશે.

c. વિનિમય સવલતની જોગવાઈ:

નીચેની શરતોને આધીન, ફકરા 1 ના પેરા (1) માં ઉલ્લેખ થયા મુજબની બેન્કિંગ કંપની સિવાયની વ્યક્તિ અથવા ગવર્મેન્ટ ટ્રેઝરી પાસેની specified બેન્કનોટોનો વિનિમય રીઝર્વ બેન્કની કોઇપણ ઇસ્યુ ઓફિસે અથવા જાહેરક્ષેત્રની બેન્કો, ખાનગી ક્ષેત્રની બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, શહેરી સહકારી બેંકો, રાજ્ય સહકારી બેંકો તથા વિદેશી બેંકોની કોઇપણ શાખાએ, 30 ડીસેમ્બર સહિત અને સુધી કરી શકશે.

(i) રૂપિયા 4000/- અથવા તેથી ઓછા ના કુલ મૂલ્યની specified બેન્કનોટો રીઝર્વ બેન્કે નિર્દિષ્ટ કરેલા પ્રારૂપ માં માંગણી પર્ચી (requisition slip) અને ઓળખના પુરાવા સાથે કાયદેસરના ચલણના લક્ષણ ધરાવતી કોઇપણ મૂલ્યવર્ગોની નોટો સામે બદલી શકાશે. Specified બેન્કનોટોના વિનિમય માટેની રૂપિયા 4000/- ની મર્યાદાની આ જાહેરનામાનો અમલ શરૂ થવાની તારીખ થી પંદર દિવસ બાદ, સમીક્ષા કરવામાં આવશે અને જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય હુકમો આપવામાં આવશે.

(ii) જ્યાં specified બેન્કનોટો રજૂ કરવામાં આવે તે બેંકમાં ખાતું ધરાવનાર વ્યક્તિ દ્વારા જમા કરાવવામાં આવનાર specified બેન્કનોટોના જથ્થા કે મૂલ્ય ઉપર કોઇપણ પ્રકારની મર્યાદા હશે નહીં. પરંતુ જ્યાં ખાતામાં પ્રવર્તમાન Know Your Customer (KYC) ધોરણોનું અનુપાલન પૂર્ણ થયું ન હોય ત્યાં ડીપોઝીટ કરવામાં આવનાર specified બેન્કનોટોનું મહત્તમ મૂલ્ય રૂપિયા 50,000/- રહેશે.

(iii) રજૂ કરેલ specified બેન્કનોટોનું સમકક્ષ મૂલ્ય રજૂ કરનારના કોઇપણ બેન્ક્માંના ખાતામાં પ્રમાણભૂત બેન્કિંગ પ્રક્રિયા પ્રમાણે અને ઓળખના માન્ય પુરાવા રજૂ કરવાથી જમા કરી શકાશે.

(iv) રજૂ કરવામાં આવેલ specified બેન્કનોટોનું સમકક્ષ મૂલ્ય ત્રાહિત વ્યક્તિના ખાતામાં પ્રમાણભૂત બેન્કિંગ પ્રક્રિયા અનુસરીને અને અનુબંધ – 5 માં દર્શાવ્યા મુજબ ખરેખર રજૂ કરનાર વ્યક્તિના ઓળખના માન્ય પુરાવા રજૂ કરવાથી જમા આપી શકાય, જો ત્રાહિત વ્યક્તિ દ્વારા આ માટે અપાયેલ ચોક્કસ અધિકાર બેંક સમક્ષ રજૂ કરવામાં આવે તો.

(v) બેંક ખાતામાંથી કાઉન્ટર પર રોકડ ઉપાડ પ્રત્યેક અઠવાડિયે રૂપિયા 20,000/- ની સમગ્ર મર્યાદાને અધીન જાહેરનામાની તારીખ થી 24 નવેમ્બર 2016 ના કામકાજના અંત સુધી પ્રત્યેક દિવસે રૂપિયા 10,000/- સુધી પ્રતિબંધિત રહેશે, ત્યારબાદ આ મર્યાદાઓની સમિક્ષા થશે.

(vi) વ્યક્તિના ખાતાને ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ, ક્રેડીટ કે ડેબીટ કાર્ડ, મોબાઈલ વોલેટ અને ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર વ્યવસ્થા અથવા તેના જેવી બિન રોકડ પદ્ધતી ના ઉપયોગથી ઓપરેટ કરવા પર કોઈ પ્રતિબંધ હશે નહીં.

(vii) Automatic Teller Machines (હવે પછી અહીં ATMs તરીકે ઉલ્લેખાયેલ) માંથી ઉપાડ પ્રત્યેક દિવસે કાર્ડદીઠ રૂપિયા 2000/- સુધી, 18 નવેમ્બર 2016 સુધી, પ્રતિબંધિત રહેશે અને 19 નવેમ્બર 2016 થી આ મર્યાદા પ્રત્યેક દિવસે કાર્ડદીઠ રૂપિયા 4000/- સુધી વધારશે.

(viii) કોઇપણ વ્યક્તિ કે જે specified બેન્કનોટોનો વિનિમય અથવા તેમના બેંક ખાતામાં ડીપોઝીટ કરવામાં 30 ડીસેમ્બર 2016 કે તે પહેલાં અસમર્થ હશે તેણે રીઝર્વ બેન્કના ચોક્કસ કાર્યાલયો પર તેના દ્વારા સૂચિત પછીની તારીખ સુધી તેમ કરવાની તક આપવામાં આવશે અથવા આવી કોઈ અન્ય સવલત અપાશે.

(ix) બીઝનેસ કોરસ્પોન્ડન્ટસ (BCs) ને બેંક શાખાઓની જેમ specified બેન્કનોટોનો વ્યક્તિ દીઠ રૂપિયા 4000/- સુધી માન્ય ઓળખના પુરાવા અને માગણી પર્ચી સામે વિનિમય કરવાની મંજૂરી અપાશે. આ હેતુ માટે બેંકો, તેમના અધિકાર અન્વયે, BCs ની કેશ હોલ્ડીંગ મર્યાદામાં ઓછામાં ઓછું 30 ડીસેમ્બર 2016 સુધી વધારો કરી શકે છે.

(x) Specified બેન્કનોટોના મૂલ્યને જનધન યોજનાના ખાતાઓમાં જમા કરવા માટે, સામાન્ય મર્યાદા (Usual Limits) ઉચિત ફેરફારો સાથે લાગુ પડશે.

4. રીપોર્ટીંગ મીકેનીઝમ:

રૂપિયા 500 અને રૂપિયા 1000 ના મૂલ્યવર્ગોની બેન્કનોટોનો વિનિમય કરતી પ્રત્યેક બેંક શાખા 10 નવેમ્બર 2016 થી શરૂ કરીને 30 ડીસેમ્બર 2016 ના રોજ યોજના સમાપ્ત થવા સુધી (અથવા રીઝર્વ બેંક દ્વારા જણાવાયેલ ત્યારપછી ની કોઇપણ તારીખ સુધી) પ્રત્યેક દિવસના કામકાજને અંતે ઈમેલ અથવા Fax દ્વારા તેમના નિયંત્રણ કાર્યાલય (Controlling Office) ને તેના દ્વારા બદલવામાં આવેલ specified બેન્કનોટોની વિગતો દર્શાવતું એક સ્ટેટમેન્ટ / પત્રક અનુબંધ – 6 પ્રમાણે મોકલશે અને સંબંધિત નિયંત્રણ કાર્યાલયો તેઓને (સ્ટેટમેન્ટોને) અનુબંધ – 6A પ્રમાણે એકત્રિત કરશે અને ઈ – મેલ દ્વારા ડીપાર્ટમેન્ટ ઓફ કરન્સી મેનેજમેન્ટ, RBI, કેન્દ્રીય કાર્યાલયને દૈનિક ધોરણે રિપોર્ટ મોકલશે.

5. બેંકો તેમની શાખાઓને યોજનાના ધોરણો અને ઉપર આપેલ પ્રક્રિયાનું કડક પાલન કરવાનું તેમને જણાવતી વિસ્તૃત સૂચનાઓ જારી કરશે. શાખા લેવલ ના સ્ટાફને, ખાસ કરીને ટેલરોને, પર્યાપ્ત રીતે સંવેદિત કરવામાં આવે. આ હેતુ માટે, અમારી વેબસાઈટ (www.rbi.org.in) અને ભારત સરકારની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરી શકાય. સ્ટાફે (અનુબંધ – 4 પ્રમાણે) FAQs થી તેમની જાતે પરિચિત થવું જોઈએ.

6. બેન્કોએ માહિત સામગ્રી (અનુબંધ – 2, અનુબંધ – 3 અને અનુબંધ – 4 માં ઉપલબ્ધ) ની નકલો કરવી જોઈએ અને જાહેરાત જનતાને વહેંચવી જોઈએ.

7. બેન્કોએ, BCs, ATM સ્વીચ ઓપરેટર્સ અને CIT કંપનીઓને, તેઓને સંબંધિત ઉપરની યોજનાના વિવિધ પાસાઓ પર સૂચનાઓ જારી કરવી જોઈએ.

8. બેન્કોએ દૈનિક ધોરણે યોજનાના અમલીકરણ પર, મહાપ્રબંધક થી નીચા દરજ્જાના ન હોય તેવા અધિકારી કે જે નોડલ ઓફિસર તરીકે કાર્ય કરશે તેમના વડપણ હેઠળના મોનીટરીંગ સેલ મારફતે, દેખરેખ / નિયંત્રણ રાખવું જોઈએ. નોડલ અધિકારીની સંપર્ક વિગતો RBI ના સંબંધિત પ્રાદેશિક કાર્યાલયને, RBI કેન્દ્રીય કાર્યાલય મુંબઈ ને નકલ સાથે, નીચે દર્શાવેલ ઈ – મેલ મારફતે મોકલવી પડશે.

9. RBI એ તેના કેન્દ્રિય કાર્યાલયમાં, પ્રગતિ પર દેખરેખ માટે અને બેંકો અને જાહેર જનતાના સભ્યોને માર્ગદર્શન પૂરૂ પાડવા એક Control Room ખોલેલ છે. કન્ટ્રોલ રૂમ ના ઈ – મેલ આઈડી અને ટેલીફોન નંબરો નીચે મુજબ છે:

E – mail:
ટેલીફોન નં.: 022 – 2260 2804 / 022 – 2260 2944

10. કૃપયા પ્રાપ્તી સૂચના મોકલો.

આપનો વિશ્વાસુ,

(પી. વિજયકુમાર)
મુખ્ય મહાપ્રબંધક

સંલગ્ન – ઉપર મુજબ

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?