<font face="mangal" size="3">આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ન& - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ
જાન્યુઆરી ૦5, 2018 આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 10 ના મુલ્યની ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ડૉ . ઊર્જિત આર પટેલ ની સહી વળી મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ બહાર પાડશે. નવી નોટ ના પાછળના ભાગ માં દેશ નો સંસ્કૃતિક વારસો દરશાવતી કોનાર્ક ના સૂર્ય મંદિર ની તસ્વીર છે. નોટ નો બેઝ કલર ચોકલેટ બ્રાઉન છે.અને નોટ ની આગળ તેમજ પાછળ બન્ને બાજુ બીજી ડીઝાઇન અને ભૌમિતિક પેટર્ન તેના કલર ને અનુરૂપ છે. આ અગાઉ રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી રૂપિયા 10 ના મુલ્યની અગાઉ ની સીરીઝ ની નોટ કાયદેસર ના ચલણ તરીકે ચાલુ જ રહેશે. મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની રૂપિયા 10 ના મુલ્યની નોટ ની ઈમેજ અને લક્ષણો ની છે મુજબ છે.: I ઈમેજ –નોટ ના આગળના ભાગ ઉપર : ![]() નોટ નોટના પાછળના ભાગ ઉપર II મુખ્ય લાક્ષણિકતાઓ ![]() આગળનો ભાગ 1. મુલ્ય દસ ના અંક ની આરપાર જોઈ શકાય છે 2. મુલ્ય 1૦ નો અંક દેવનાગરી માં છે 3. મધ્ય માં મહાત્મા ગાંધી નું પોટ્રેટ છે 4. સુક્ષ્મ અક્ષરો માં ‘RBI’ ‘INDIA’ અને 10 દર્શાવેલા છે. 5. વિન્ડો ડીમેટલાઈઝડ સિક્યુરીટી થ્રેડ ,જેમાં હિન્દીમાં ‘ભારત’ અને RBI શીલાલેખિત છે 6. મહાત્મા ગાંધી ના પોટ્રેટ ની જમણી બાજુ ગેરંટી કલમ, વચન ની કલમ સાથે ગવર્નર ની સહી અને RBI નું પ્રતિક દર્શાવેલ છે. 7. જમણી બાજુ અશોક સ્તંભ નું પ્રતિક છે. 8. મહાત્મા ગાંધી નું પોટ્રેટ અને ઇલેક્ટ્રો પ્રકાર (10) નું વોટર માર્ક છે 9. નાને થી મોટા થતા જતા નંબરો ની પેનલ ડાબી બાજુ ઉપર અને જમણી બાજુ નીચે દર્શાવેલ છે. નોટ ની પાછળ ની બાજુએ: 10. ડબી બાજુ નોટ છાપ્યા નું વર્ષ 11. સૂત્ર સાથે સ્વચ્છ ભારત નો લોગો 12. ભાષા ની પેનલ 13. કોનાર્ક ના સૂર્ય મંદિર નો ફોટો 14. મુલ્ય 1૦ નો અંક દેવનાગરી માં છે આ બેંક નોટ નું માપ 63mm X 123mm છે જોઝ જે ક્ત્તુર અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2017-2018/1848 |