<font face="mangal" size="3">આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન ન&# - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન નિવાસી ભારતીયો માટે એસ. બી. એન. ના વિનિમયની સુવિધા શરૂ કરે છે.
તારીખ: 31 ડીસેમ્બર 2016 આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન નિવાસી ભારતીયો માટે એસ. બી. એન. ના વિનિમયની સુવિધા શરૂ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન વિદેશમાં હતા તેવા ભારતીય નાગરિકોને અને બિન નિવાસી ભારતીય નાગરિકોને એક તક આપવા માટે સ્પેસીફાઈડ બેંક નોટો (એસ. બી. એન.) ના વિનિમયની સુવિધા શરૂ કરેલ છે. રહીશ ભારતીય નાગરીકો કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી વિદેશમાં હતા તેઓ આ સુવિધા 31 માર્ચ 2017 સુધી પ્રાપ્ત કરી શકશે અને બિન – રહીશ ભારતીય નાગરિકો કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી વિદેશમાં હતા તેઓ આ સુવિધાનો લાભ 30 જૂન 2017 સુધી લઇ શકશે. લાયક રહીશ ભારતીયો માટે વિનિમયની કોઈ નાણાકીય મર્યાદા નથી જ્યારે એન. આર. આઈ. માટે સંબંધિત ફેમા વિનિયમો અનુસાર મર્યાદા રહેશે. તેઓ તેમની વ્યક્તિગત ક્ષમતામાં આ સમયગાળા દરમ્યાન એકજ વાર આ સુવિધાનો લાભ લઇ શકશે પરંતુ તે માટે તેઓએ આઈ. ડી. દસ્તાવેજો જેવાકે આધાર નંબર, પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પી. એ. એન.) વગેરે રજૂ કરવા પડશે તથા આ સમયગાળા દરમ્યાન તેઓ વિદેશ હતા અને તેઓએ અગાઉ વિનિમય સુવિધા પ્રાપ્ત કરેલ નથી તે દર્શાવતા દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડશે, એન. આર. આઈ. દ્વારા આયાત કરાયેલ એસ. બી. એન. અંગે કસ્ટમ સર્ટીફીકેટ પણ રજૂ કરવું પડશે. આ સુવિધા હેઠળ ત્રાહિત વ્યક્તિ દ્વારા પ્રસ્તુતિ ને સ્વીકારવામાં આવશે નહીં. શરતો અને જોગવાઈઓને પૂર્ણ કરવા પર અને પ્રસ્તુત કરેલી નોટોની અસલીયત ની ચકાસણી બાદ, સ્વીકાર્ય રકમ પ્રસ્તુત કર્તાના કે. વાય. સી. અનુપાલન બેંક ખાતામાં જમા કરવામાં આવશે. રહીશો માટે આ સુવિધા 02 જાન્યુઆરી 2017 થી 31 માર્ચ 2017 અને એન. આર. આઈ. માટે 02 જાન્યુઆરી 2017 થી 30 જૂન 2017 સુધી ખુલ્લી રહેશે. આ સવલત રીઝર્વ બેન્કની મુંબઈ, ન્યુ દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને નાગપુર કાર્યાલયો માં ઉપલબ્ધ હશે. નેપાળ, ભૂતાન, પાકિસ્તાન અને બંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરીકો આ સવલત પ્રાપ્ત કરી શકશે નહીં. કોઇપણ વ્યક્તિ જે રીઝર્વ બેન્કના નિર્ણયથી પીડિત હોય તે આ પ્રકારના ઇન્કાર સંબંધી સૂચના ના ચૌદ દિવસ ની અંદર રીઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ને અપીલ કરી શકે છે. આવું અભ્યાવેદન સેન્ટ્રલ બોર્ડ, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સેક્રેટરી ડીપાર્ટમેન્ટ, સેન્ટ્રલ ઓફીસ બીલ્ડીંગ, 16 મો માળ, શહીદ ભગતસિંહ માર્ગ, મુંબઈ 400001 ને સંબોધિત કરી શકશે. આ સુવિધા અંગે વધુ માહિતી આર. બી. આઈ. ની વેબસાઈટ /en/web/rbi પર વિગતે આપવામાં આવેલી છે. આ સુવિધા ભારત સરકારના તારીખ 30 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન S. O. 4251 (E) સાથે વંચાણમાં લેતાં સ્પેસીફાઈડ બેંક નોટ્સ (સીઝેશન ઓફ લાયાબીલીટીઝ) ઓર્ડીનન્સ, 2016 ની કલમ 4 (1) હેઠળ શરૂ કરવામાં આવેલી છે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1728 |