RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78468434

ભારતી રિઝર્વ બેંકે ઇંટર્નશિપ યોજના શરૂ કરી

06 મે 2016

ભારતી રિઝર્વ બેંકે ઇંટર્નશિપ યોજના શરૂ કરી

ભારતીય રિઝર્વ બેંકે એક સંશોધન ઇંટર્નશિપ યોજના શરૂ કરી છે જે યુવાન વ્યક્તિઓને કેન્દ્રીય બેંકિંગમાં અગ્રણી સંશોધન કરવા અર્થે પ્રયાસ કરવા માટે અવસર પ્રદાન કરશે. આ યોજના એવી વ્યક્તિઓ પર લક્ષ્યિત છે કે જેઓએ હાલમાં જ પોતાનો સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે અને અર્થશાસ્ત્ર, બેંકિંગ, નાણા અથવા સંબંધિત ક્ષેત્રોમાં પીએચડી કરવા ઇચ્છે છે અથવા સરકારી સંશોધન સંસ્થાઓ અથવા નાણાકીય સંસ્થાઓમાં જવા ઇચ્છે છે જેમાં માત્રાત્મક અને વિશ્લેષણાત્મક ઉન્મુખીકરણની જરૂર હોય છે.

યોજનાના મુખ્ય અંશો નીચે મુજબ છે:

ભૂમિકા વર્ણન

ઇંટર્ન નીતિગત ઇનપુટ અને ઉત્તમ આર્થિક અને નાણાકીય પત્રિકાઓમાં પ્રકાશન અર્થે પેપર ઉપલબ્ધ કરાવવા માટે રિઝર્વ બેંકના સંશોધનકર્તાઓ સાથે સહયોગ અને તેઓની સાથે રહીને કાર્ય કરશે. ઇંટર્ન ચોક્કસ અને સમયબદ્ધ ડેટાના સંકલનમાં સહાય કરશે તથા સંશોધન પરિયોજનાને પૂરી કરવા માટે જરૂરી એવી યોગ્ય વિશ્લેષ્ણાત્મક આંકડાકીય અને ઇકોનૉમેટ્રિક સાધનો સાથે સહાયતા કરશે. ઇંટર્ન યોગ્ય ગુણવત્તાવાળા સંશોધન અને નીતિ સંબંધિત લેખો લખી શકે છે.

યોગ્યતા

અરજદારે કાર્યભાર ગ્રહણ કરતા પહેલા 3 વર્ષિય સ્નાતક ડીગ્રી સાથે એક વર્ષનો અનુસ્નાતક અભ્યાસ અથવા 4 વર્ષીય સંગઠિત અભ્યાસક્રમ જેવા કે બી.ટેક. અથવા બી.ઈ. પૂરો કરેલો હોવો જોઈએ. રિઝર્વ બેંક અર્થશાસ્ત્ર, નાણા અથવા આંકડાશાસ્ત્રમાં માત્રાત્મક ઉન્મુખી ડીગ્રી (quantitative oriented degrees) સહિતના અભિપ્રેરિત ઉમેદવારો અથવા કોમ્પ્યુટર અથવા આંકડા વિશ્લેષણ શાસ્ત્ર અથવા એન્જીનિયરિંગમાં વિશેષજ્ઞતા રાખવાવાળા અભ્યર્થિઓની શોધમાં છે. પ્રોગ્રામિંગ કૌશલ્ય અથવા તે પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા આવશ્યક છે. રિઝર્વ બેંકનો કાર્ય માહોલ (work environment) ઉમેદવારોને સંશોધન શીખવાની તેમજ તેમાં ભાગ લેવા માટે અવસર પ્રદાન કરશે. ઉમેદવાર રિઝર્વ બેંકના સંશોધનના મુખ્ય ક્ષેત્રોમાં રુચિ ધરાવતો હોવો જોઈએ અને આ ક્ષેત્રોમાં અમારા કાર્યથી લાભ પ્રાપ્ત કરવામાં સમર્થ હોવો જોઈએ. આ અવસર દેશી તેમજ વિદેશી એમ બંને વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે. કાર્યનો અનુભવ જરૂરી નથી.

આવેદનની પદ્ધતિ

પસંદગી રિઝર્વ બેંકની જરૂરિયાતો અનુસાર વર્ષમાં બે વખત એવી રીતે કરવામાં આવશે કે ઇંટર્નશિપ 1 જાન્યુઆરી અથવા 1 જુલાઈથી શરૂ થાય. અરજી વિંડો તે અર્ધ-વર્ષ પહેલાના પાંચ મહિના દરમિયાન ખુલ્લી રહેશે. દાખલા તરીકે, 1 જાન્યુઆરીથી શરૂ થવાવાળી ઇંટર્નશિપ માટે અરજીઓ પાછળના વર્ષના જુલાઈ-નવેમ્બર દરમ્યાન સ્વીકાર કરવામાં આવશે અને ડિસેમ્બરમાં તેની જાંચ કરવામાં આવશે. આ રીતે, 1 જુલાઈથી શરૂ થવાવાળી ઇંટર્નશિપ માટેની અરજીઓ જાન્યુઆરી-મે દરમ્યાન સ્વીકારવમાં આવશે અને જૂન મહિનામાં તેની જાંચ કરવામાં આવશે. સીવી, સંદર્ભ તેમજ ઉદ્દેશ વિવરણના આધાર પર રિઝર્વ બેંક દ્વારા ઉમેદવારોની એક ટૂંકી યાદી બનાવવામાં આવશે અને ત્યારબાદ તેઓને વ્યક્તિગત સાક્ષાત્કાર માટે બોલાવવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તેઓ તેમના સીવી, સંદર્ભ અને ઉદ્દેશ વિવરણ તેમના દ્વારા વાંછિત સંશોધન ક્ષેત્ર / વિભાગથી સંબંધિત ઈ-મેલ આઈડી પર ઈ-મેલથી મોકલે. એટલે કે આર્થિક અને નીતિ સંશોધન વિભાગ (Department of Economic Policy and Research – DEPR) માટે કૃપા કરીને ઈ-મેલ મોકલવા માટે અહીંયા ક્લિક કરો પર મોકલો, આંકડાકીય અને માહિતી પ્રબંધ વિભાગ (Department of Statistics and Information Management - DSIM) માટે કૃપા કરીને ઈ-મેલ મોકલવા માટે અહીંયા ક્લિક કરો પર મોકલો, અને કાર્યનીતિક સંશોધન એકમ (Strategic Research Unit – SRU) માટે કૃપા કરીને ઈ-મેલ મોકલવા માટે કૃપા કરીને ઈ-મેલ મોકલવા માટે અહીંયા ક્લિક કરો પર મોકલો.

પસંદગીની પદ્ધતિ

રિઝર્વ બેંક પ્રત્યેક વર્ષ અધિકતમ 10 ઇન્ટર્ન પસંદ કરશે. તેમને આર્થિક અને નીતિ સંશોધન વિભાગ (ડીઈપીઆર) / આંકડાકીય અને માહિતી પ્રબંધ વિભાગ (ડીએસઆઈએમ) / કાર્યનીતિક સંશોધન એકમ (એસઆરયુ) જેવા વિભાગોમાં નિયોજિત કરવામાં આવશે.

અવધિ

ઇંટર્નશિપ 6 (છ) મહિનાની અવધિ માટે હશે અને એકમની આવશ્યકતા તથા ઇંટર્નના કાર્યનિષ્પાદનના આધાર ઉપર વધુ 6 (છ) મહિના માટે વધારી શકાસે. અસાધારણ કાર્યનિષ્પાદકોની અવધિ વધારવા (કુલ ઇંટર્નશિપની અવધિ મહત્તમ 2 વર્ષની હોઈ શકે છે જેમાં દર છ મહિને નવીનીકરણની જોગવાઈ હશે) પર વિચાર કરવામાં આવી શકે છે.

ઇંટર્નશિપ મુંબઈ, ભારતમાં થશે. રિઝર્વ બેંકને અધિકાર છે કે તે કોઈ પણ કારણ બતાવ્યા વગર એક મહિનાની નોટિસની અવધિ આપીને ઇંટર્નશિપને બંધ કરી શકે છે.

સગવડો

રિઝર્વ બેંક ઇંટર્નને કાર્યાલય સ્થળ, ઇંટરનેટ કનેક્ટિવિટી તથા અન્ય સહાયક સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. રિઝર્વ બેંક દર મહિને रु. 35,000 નું સ્ટાઇપેન્ડ પ્રદાન કરશે. ઇંટર્ને રહેવાની વ્યવસ્થા પોતાની જાતે કરવાની રહેશે.

નિયુક્તિનો કોઈ અધિકાર નથી.

ઇંટર્નને તેની ઇંટર્નશિપના આધાર પર રિઝર્વ બેંકમાં નિયુક્તિનો કોઈ અધિકાર નહીં હોય / દાવો નહીં કરે.

આ યોજનાની વિસ્તૃત જાણકારી માટે રિઝર્વ બેંકની વેબસાઈટ https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=3167 જૂઓ.

સંગીતા દાસ
નિર્દેશક

પ્રેસ પ્રકાશન : 2015-2016/2600

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?