RBI અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટ મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડે છે
તારીખ: 08 નવેમ્બર 2016 RBI અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટ મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂપિયા 500 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો બહાર પાડશે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી તથા બેન્કનોટ ની પાછળ ના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ અને સ્વચ્છ ભારત લોગો છપાયેલ હશે. ![]() ![]() નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગાઉ સ્પેસીફાઈડ બેન્કનોટ (SBN) ની શ્રેણી કરતાં રંગ, કદ, થીમ, સુરક્ષા લક્ષણો નું સ્થાન અને ડીઝાઇનના તત્વોમાં જુદી છે; મુખ્ય લક્ષણો:
બેન્કનોટ મહાત્મા ગાંધી ની પ્રતિકૃતિ, અશોક સ્તંભ નું પ્રતિક, બ્લીડીંગ રેખાઓ, જમણી તરફ રૂપિયા 500 સાથેનું વર્તુળનું ઉપસેલું છાપકામ (Intaglio Printing) અને ઓળખ ચિન્હ લક્ષણો ધરાવતી હશે જે નબળી દૃષ્ટિવાળી વ્યક્તિને મૂલ્યવર્ગ ઓળખવા સક્ષમ બનાવશે. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1146 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: