આરબીઆઈ વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે
તારીખ: 15 નવેમ્બર 2017 આરબીઆઈ વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે. ભારતીય રિઝર્વ બેંકે, જાહેરજનતાના હિતમાં, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A ની પેટા કલમ (1) અન્વયે તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી ને, વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને 13 નવેમ્બર 2017 ના કામકાજ ના અંતથી છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો ચોક્કસ પ્રતિબંધો અને/અથવા ઉપાડ પર અધિકતમ મર્યાદા / થાપણો સ્વીકારવા પર નિયંત્રણો લાદે છે. વિસ્તૃત નિર્દેશો જાહેરજનતાના રસ ધરાવતા સભ્યો ના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સંજોગોના આધારે ભારતીય રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. નિર્દેશો જારી કરવા નું અર્થઘટન રિઝર્વ બેંક દ્વારા બેન્કીંગ લાયસન્સ ના રદ્દીકરણ તરીકે ન કરવું જોઈએ. બેંક તેની નાણાકીય સ્થિતિ માં સુધારો થાય ત્યાં સુધી પ્રતિબંધો સાથે બેન્કિંગ કારોબાર કરવાનું ચાલુ રાખશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/1347 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: