ડૉ. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નિલંગા, જિલ્લો લાતૂર, મહારાષ્ટ્રને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો
ફેબ્રુઆરી 22, 2019 ડૉ. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નિલંગા, જિલ્લો લાતૂર, મહારાષ્ટ્રને ભારતીય રિઝર્વ બેંકે ડૉ. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નિલંગા, જિલ્લો લાતૂર, મહારાષ્ટ્રને પર નિર્દેશ જારી કર્યા છે, જે તારીખ ફેબ્રુઆરી 16, 2019 ના રોજ બેંકિંગ કારોબારની સમાપ્તિથી છ મહિનાની અવધિ માટે અમલમાં રહેશે. નિર્દેશ અનુસાર, ડૉ. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નિલંગા, જિલ્લો લાતૂરને ભારતીય રિઝર્વ બેંક પાસેથી લેખિતમાં પૂર્વાનુમતિ લીધા વગર, રિઝર્વ બેંકના નિર્દેશમાં અધિસૂચિત કર્યા સિવાયના કોઈ પણ લોન અને ધિરાણો મંજૂર નહીં કરે કે તેનું નવીકરણ નહીં કરે, કોઈ પણ પ્રકારના રોકાણો નહીં કરે, ભંડોળો ઉછીના લેવા તેમજ નવી થાપણો સ્વીકારવા સહિતની કોઈ પણ જવાબદારી ઊભી નહીં કરે, પોતાના કોઈ ઋણ કે કોઈ જવાબદારીમાં થી મુક્તિ મેળવવા માટે કે અન્ય કોઈ કારણોસર કોઈ ચૂકવણી નહીં કરે તેમજ કોઈ ચૂકવણી કરવા માટે સહમતિ પણ નહીં આપે, કોઈ પણ પ્રકારની સમજૂતી કે કોઈ વ્યવસ્થા કરીને પોતાની કોઈ સંપત્તિ કે મિલકતનું વેચાણ કે ફેરબદલ નહીં કરે કે અન્ય કોઈ રીતે તેનો નિવેડો નહીં લાવે. વધુમાં, ફેબ્રુઆરી 16, 2019 ના રોજ જારી નિર્દેશની તારીખથી છ મહિના સુધીની અવધિ દરમિયાન, બેંક તેના થાપણદારોને પ્રત્યેક બચત બેંક અથવા ચાલૂ ખાતામાં અથવા કોઈ અન્ય જમા ખાતામાં રહેલી કુલ બાકીમાંથી ₹ 1,000/- (રૂપિયા એક હજાર ફક્ત) થી વધુ નહીં તેટલી રકમ એક વખતમાં ઉપાડવા માટેની અનુમતિ આપી શકે છે અને તે શરતે કે જ્યાં આવા થાપણદારની બેંક પ્રત્યે કોઈ પણ રીતે જવાબદારી ઊભી હોય એટલે કે ઉધારકર્તા તરીકે અથવા તો જામીનદાર તરીકે, ત્યાં આવી રકમને સૌ પ્રથમ તેના ઉધાર ખાતા/ઓ સામે સમાયોજિત કરવામાં આવશે. આ નિર્દેશ, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગૂ પડતો હોય તે મુજબ)ની કલમ 35ક ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતા જારી કરવામાં આવ્યા છે. નિર્દેશની પ્રતિલિપિ જનતાના ઇચ્છુક સભ્યોને અવલોકનાર્થે બેંકના પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશ જારી કરવાનું એમ અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંકે બેંકનુ લાઇસંસ રદ કર્યું છે. બેંકની નાણાકીય સ્થિતિમાં સુધારો આવે ત્યાં સુધી બેંક પ્રતિબંધો સાથે બેંકિંગ કારોબાર કરવાનુ ચાલુ રાખશે. ભારતીય રિઝર્વ બેંક પરિસ્થિતિઓના આધાર ઉપર આ નિર્દેશોમાં ફેરફાર કરવાનો વિચાર કરી શકે છે. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન : 2018-2019/2009 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: