આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 29 ડીસેમ્બર 2016 આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લી., નાસિક, મહારાષ્ટ્ર ને તારીખ 8 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ દ્વારા 09 સપ્ટેમ્બર 2015 ના કામકાજ ના અંત થી છ માસના સમયગાળા માટે નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. નિર્દેશોની વૈધતાને તારીખ 03 માર્ચ 2016 અને 25 ઓગષ્ટ 2016 ના નિર્દેશ દ્વારા છ માસના સમયગાળા માટે લંબાવવામાં આવી હતી. જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અમારા 26 ડીસેમ્બર 2016 ના નિર્દેશ દ્વારા નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લી., નાસિક ને 08 સપ્ટેમ્બર 2015, 03 માર્ચ 2016 અને 25 ઓગષ્ટ 2016 ના રોજ જારી કરેલ નિર્દેશો ના ફકરા 1 (i) માં નીચે મુજબ આંશિક સુધારો કરવામાં આવે છે. i. બેંક ને ફિક્સ્ડ ડીપોઝીટ સામે લોનો નું સમાયોજન કરવા દેવા માં આવે છે, જો ઋણકર્તા સાથે ના લોન એગ્રીમેન્ટ ની શરતો માં જોગવાઈ હોય કે તેના ચોક્કસ ડીપોઝીટ ખાતા (કોઇપણ નામે ઓળખાતા) માં ની રકમ ને બેંક દ્વારા તેના લોન ખાતા માં સમાયોજન /વિનિયોજન કરવા દેવા માં આવે, તો નીચેની શરતો ને અધીન લોન ખાતા ની બાકી નીકળતી રકમ સુધી આવું વિનિયોજન/ સમાયોજન કરી શકાશે: a. સમાયોજન / વિનિયોજન ની તારીખે ખાતાઓ કે. વાય. સી. અનુપાલિત હોવા જોઈએ. b. તેમાં સમાવિષ્ટ ત્રાહિત વ્યક્તિ દ્વારા ધારણ કરાયેલ ડીપોઝીટ જે ફક્ત જામીન આપનાર / ગેરંટી આપનાર સુધી મર્યાદિત નથી ને સમાયોજનની મંજૂરી નથી. c. આ વિકલ્પ નો ઉપયોગ ડીપોઝીટર ને યોગ્ય સૂચના / ની સંમતિ હેઠળ સામાન્ય રીતે એવા કિસ્સાઓમાં કરવો જોઈએ કે જ્યાં સમાયોજનમાં વધુ વિલંબ લોન ખાતાને એન. પી. એ. બનાવવામાં પરીણમતો હોય. સ્ટાન્ડર્ડ લોન (નિયમિત લોન) ના સમાયોજન માટે અને લોન એગ્રીમેન્ટ ની શરતો માં કોઇપણ ફેરફારો માટે ડીપોઝીટર – ઋણકર્તાની પૂર્વ લેખિત સંમતિ આવશ્યક હશે. d. ડીપોઝીટ કે સમાયોજન કોઇપણ નિયંત્રણો ને અધીન ન હોવું જોઈએ જેવા કે કાયદાની અદાલત, કાનૂની સત્તા અથવા કાનૂન હેઠળ ની અન્ય કોઈ સત્તા નો અટેચમેન્ટ ઓર્ડર / પ્રતિબંધક આદેશ, અર્નેસ્ટ મની ડીપોઝીટ, ટ્રસ્ટ નું દાયિત્વ, ત્રાહિત વ્યક્તિનું લીયન, રાજ્ય સહકારી કાયદાની જોગવાઈ હેઠળ વગેરે. ii. બેંક ને વર્તમાન સ્ટાન્ડર્ડ અને સલામત સી સી ખાતાઓ ની ઋણ સીમાઓ ને, ડાયરેક્ટર સંબંધિત લોનો સિવાય, વર્તમાન શરતો પ્રમાણે નવીનીકરણ કરવા દેવામાં આવે છે. ઉપરના સુધારા ને સૂચિત કરતા તારીખ 26 ડીસેમ્બર 2016 ના નિર્દેશ ની એક નકલ જાહેરજનતાના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક નો ઉપરોક્ત સુધારો એવું અર્થઘટન સૂચવતો નથી કે બેંક ની નાણાંકીય સ્થિતિમાં વાસ્તવિક સુધારાથી ભારતીય રિઝર્વ બેંક સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016 - 2017/1698 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: