<font face="mangal" size="3">આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશો ઇસ્યુ કરે છે.
તારીખ: 16 ડીસેમ્બર 2016 આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશો ઇસ્યુ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને 15 ડીસેમ્બર 2016 ના કામકાજ ના અંતથી અમલમાં આવે તે રીતે છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો પ્રમાણે, નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર, ભારતીય રિઝર્વ બેન્કની લેખિતમાં પૂર્વ મંજૂરી વિના, કોઇપણ લોન અને એડવાન્સ મંજૂર કે નવીનીકરણ કરશે નહીં, કોઇપણ પ્રકારનું રોકાણ કરશો નહીં, નાણાં ઉછીના લેવા તથા નવી ડીપોઝીટ ના સ્વીકાર સહિતની કોઈ જવાબદારી ઊભી કરશે નહીં, તેની જવાબદારીઓ અથવા દાયિત્વ ની મુક્તિ માટે અથવા અન્ય રીતે કોઇપણ પ્રકારની ચૂકવણી કરશે નહીં અથવા ચૂકવણી કરવા સંમત થશે નહીં, કોઈ સમાધાન અથવા વ્યવસ્થા કરી શકશે નહીં અને રીઝર્વ બેન્કના નિર્દેશોમાં સૂચવ્યા સિવાયની તેની મિલકતો કે સંપત્તિઓનું વેચાણ, તબદીલી અથવા અન્ય કોઇપણ રીતે નિકાલ કરશે નહીં. વધુમાં નિર્દેશો જારી કરવામાં આવ્યા તે 15 ડીસેમ્બર 2016 થી છ માસના સમયગાળા દરમ્યાન બેંક તેના થાપણદારોને પ્રત્યેક બચતખાતા અથવા ચાલુખાતા અથવા અન્ય કોઇપણ ડીપોઝીટ ખાતામાંની કુલ જમા રકમ માંથી રૂપિયા 1000/- (રૂપિયા એક હજાર) થી વધુ નહીં તેવી રકમ એક જ વાર ઉપાડવા દઈ શકશે. નિર્દેશો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35 A ની પેટા કલમ (1), કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ મળેલ સત્તા નો ઉપયોગ કરીને ભારતીય રીઝર્વ બેન્કે જારી કરેલા છે (લાદેલા છે). નિર્દેશોની એક નકલ જાહેરજનતાના રસ ધરાવતા સભ્યોના અવલોકન માટે બેન્કના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવેલી છે. રીઝર્વ બેંક દ્વારા નિર્દેશો જારી કરવાને રીઝર્વ બેંક દ્વારા બેન્કિંગ લાયસન્સ ના રદીકરણ તરીકે અર્થઘટન ન કરવું જોઈએ. બેંક તેની નાણાકીય સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી નિયંત્રણો સાથે બેન્કિંગ કામકાજ કરવાનું ચાલુ રાખશે. સંજોગોના આધારે, રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ કરવાનું વિચારી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1552 |