<font face="mangal" size="3px">શ્રી ગોવર્ધનસિંઘજી રઘુવંશી સહકારી બેંક લિમ - આરબીઆઈ - Reserve Bank of India
શ્રી ગોવર્ધનસિંઘજી રઘુવંશી સહકારી બેંક લિમિટેડ, નંદરબારને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો
09 સપ્ટેમ્બર, 2015 શ્રી ગોવર્ધનસિંઘજી રઘુવંશી સહકારી બેંક લિમિટેડ, નંદરબારને ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલ છે કે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35ક ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેંકે શ્રી ગોવર્ધનસિંઘજી રઘુવંશી સહકારી બેંક લિમિટેડ, નંદરબાર, મહારાષ્ટ્રને કેટલાક નિર્દેશો જારી કર્યા છે જેના અંતર્ગત તારીખ 09 સપ્ટેમ્બર, 2015ના રોજ કારોબાર સમાપ્તિથી ઉપરોક્ત બેંક ભારતીય રિઝર્વ બેંકની પાસેથી લેખિત સ્વરૂપે પૂર્વ અનુમતિ લીધા વિના તેમજ જેની નકલ બેંકના પરિસરમાં હિત ધરાવતા જનતાના સભ્યોની તપાસ અર્થે દર્શાવવામાં આવેલ છે તેવા તારીખ 08 સપ્ટેમ્બર, 2015ના રોજ જારી કરેલ નિર્દેશોમાં જણાવ્યા સિવાયના કોઈ પણ લોન અને ધિરાણો મંજૂર નહીં કરે કે તેનું નવીકરણ નહીં કરે, કોઈ પણ પ્રકારના રોકાણો નહીં કરે, ભંડોળો ઉછીના લેવા તેમજ નવી થાપણો સ્વીકારવા સહિતની કોઈ પણ જવાબદારી ઊભી નહીં કરે, પોતાના કોઈ ઋણ કે કોઈ જવાબદારીમાં થી મુક્તિ મેળવવા માટે કે અન્ય કોઈ કારણોસર કોઈ ચૂકવણી નહીં કરે તેમજ કોઈ ચૂકવણી કરવા માટે સહમતિ પણ નહીં આપે, કોઈ પણ પ્રકારની સમજૂતી કે કોઈ વ્યવસ્થા કરીને પોતાની કોઈ સંપત્તિ કે મિલકતનું વેચાણ કે ફેરબદલ નહીં કરે કે અન્ય કોઈ રીતે તેનો નિવેડો નહીં લાવે. ખાસ કરીને, ઉપરોક્ત ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોમાં જણાવેલ શરતોને આધીન, દરેક બચત બેંક કે ચાલૂ બેંક ખાતા કે કોઈપણ પ્રકારના નામથી ઓળખાતા અન્ય કોઈ પણ થાપણ ખાતામાં થઈને કુલ બાકીમાં થી પ્રત્યેક થાપણદારને ₹ 1,000/- (રૂપિયા એક હજાર ફક્ત) થી વધુ રકમ ઉપાડવા માટેની પરવાનગી ન આપવામાં ન આવે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશ જારી કરવાનું એમ અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંકે બેંકનુ લાઇસંસ રદ કર્યું છે. તેની નાણાકીય સ્થિતિમાં સુધારો આવે ત્યાં સુધી બેંક પ્રતિબંધો સાથે બેંકિંગ કારોબાર કરવાનુ ચાલુ રાખશે. ભારતીય રિઝર્વ બેંક પરિસ્થિતિઓના આધાર ઉપર આ નિર્દેશોમાં ફેરફાર કરવાનો વિચાર કરી શકે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/630 |