આર .બી.આ ઈ. દ્વારા ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ
તારીખ : એપ્રિલ 18, 2018 આર .બી.આ ઈ. દ્વારા ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ભારતીય રિઝર્વ બેંકે તેના તારીખ 17 એપ્રિલ, 2018 ના નિર્દેશ DCBS.CO.BSD-I/D-5/12.22.039/2017-18 દ્વારા ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તેના નિર્દેશન હેઠળ રાખી છે. આ નિર્દેશ મુજબ ડીપોઝીટરો તેમના દરેક બચત ખાતા અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઈ પણ નામે ઓળખાતા ડીપોઝીટ ખાતા માંથી આર.બી.આ ઈ ના નિર્દેશોની શરતોને આધીન રહીને જે તે ખાતાં માં રહેલી કુલ સિલક માંથી વધુમાં વધુ રુપિયા ૧૦૦૦. (રૂપિયા એક હજાર પુરા) સુધી ઉપદ કરી શકશે. રિઝર્વ બેંક ની અગાઉ થી લેખિત પરવાનગી વગર ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર કોઈ નવી લોન કે એડવાન્સ આપી શકશે નહિ કે રીન્યુ કરી શકશે નહિ, કોઈ ઈન્વેસ્ટમેન્ટ કરી શકશે નહિ, લોન કે ફંડ ઉભુ કરી નવી જવાબદારી ઉભી કરી શકશે નહિ અને નવી થાપણો સ્વીકારી શકશે નહિ, તેની જવાબદારી પૂરી કરવા પેટે કોઈ રકમ ચૂકવી શકશે નહિ કે ચુકવણી માટે સહમત નહિ થાય. આર.બી.આઈ ના તારીખ 17 એપ્રિલ 2018 ના નિર્દેશો માં સુચવેલી બાબત સિવાય કોઈ સમાધાન કે એરેન્જમેન્ટ કરીને તેની કોઈ પણ મિલકતનું વેચાણ, ટ્રાન્સફર યા કોઈ પણ રીતે નિકાલ કરી શકશે નહિ. આ નિર્દેશ 17 એપ્રિલ, 2018 ના રોજ પુરા થતા ધંધાની તારીખ થી જારી કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કે રિઝર્વ બેંકે બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેનો બેન્કિંગ નો ધંધો તેની નાણાકીય પરિસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી અંકુશો ને આધીન રહીને ચાલુ રાખી શકશે . પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જરી કરવામાં આવ્યા છે.રસ ધરાવતી જનતા ની જાણ માટે આ નિર્દેશોની નકલ બેંક ના કાર્યાલય ના મકાન માં પ્રદર્શિત કરેલી છે . અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2761 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: