<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકે, ધિ નીડસ ઓફ લાઈફ કો.ઓપ.બેંક - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે, ધિ નીડસ ઓફ લાઈફ કો.ઓપ.બેંક લિ. મુંબઈ, મહારાષ્ટ્ર માટે આપેલ નિર્દેશ
૨૯ ઓક્ટોબર, ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેંકે, ધિ નીડસ ઓફ લાઈફ કો.ઓપ.બેંક લિ. મુંબઈ, મહારાષ્ટ્ર માટે આપેલ નિર્દેશ. ભારતીય રિઝર્વ બેંકે,(૨૬ ઓક્ટોબર ૨૦૧૮ નાં નિર્દેશ DCBS.CO.BSD-I/D-૩/12.22.163/2018-19 મુજબ), ધિ નીડસ ઓફ લાઈફ કો.ઓપ.બેંક લિ. મુંબઈ, મહારાષ્ટ્ર ને નિર્દેશાધીન રાખેલ છે. નિર્દેશની જોગવાઈ મુજબ, જમાકર્તાને પ્રત્યેક બચત ખાતા કે ચાલુ ખાતા કે અન્ય જમા ખાતામાંની કુલ બચત માંથી રૂ.૧,000/- (રૂ.એક હજાર ફક્ત) સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે. ધિ નીડસ ઓફ લાઈફ કો.ઓપ.બેંક લિ. મુંબઈ, ભારતીય રિઝર્વ બેંક ની લેખિત પરવાનગી સિવાય ૨૬ ઓક્ટોબર ૨૦૧૮ નાં ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશમાં જણાવ્યા મુજબ, કોઈ પણ દેવું અથવા એડવાન્સ મંજુર નહીં કરે, તેનું નવીનીકરણ (રિન્યુયલ) નહીં કરે, કોઈ રોકાણ નહીં કરે, નવું ફંડ કે ડિપોઝીટ સ્વીકારી જવાબદારી નહીં વધારે, કોઈ પણ પેમેન્ટ માટેની જવાબદારી નહીં સ્વીકારે, ભલે તે ચૂકવણું તેની જવાબદારી કે બોજાના ભાગ રૂપે અથવા બીજા સંદર્ભમાં હોય, કોઈ સમજાવટ અથવા સંપત્તિના વેચાણ, બદલા કે બીજી રીતે નિકાલ નહીં કરે. આ નિર્દેશ ૨૯ ઓક્ટોબર, ૨૦૧૮ નાં બેંક સમયની સમાપ્તિ થી છ મહિના માટે અમલમાં રહેશે. આ નિર્દેશ નો અર્થ એ નથી કે ઉપરોક્ત બેન્કનું ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આ નિયંત્રણ હેઠળ બેંક તેની આર્થિક સ્થિતી સુધરે ત્યાં સુધી બેંકીંગ પ્રવૃત્તિ ચાલુ રાખી શકશે. સંજોગો પ્રમાણે આ નિર્દેશમાં ફેરફાર માટે રિઝર્વ બેંક વિચારણા કરશે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ ની ધારા 56 અને ધારા 35A અને ઉપધારા (1) અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને મળેલ સત્તા મુજબ આ નિર્દેશ આપવામાં આવે છે. જાહેર જનતાની જાણમાટે આ નિર્દેશની કોપી બેંક ભવનમાં દર્શાવવામાં આવેલ છે. અનિરૂદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન : 2018-2019/994 |