વૈશ્ય કો-ઓપરેટીવ કોમર્શિઅલ બેંક લિમિટેડ, નવી દિલ્હીને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો
09 સપ્ટેમ્બર, 2015 વૈશ્ય કો-ઓપરેટીવ કોમર્શિઅલ બેંક લિમિટેડ, નવી દિલ્હીને ભારતીય રિઝર્વ બેંક એ વાતથી સંતુષ્ટ છે કે જનહિતને ધ્યાનમાં રાખતા, વૈશ્ય કો-ઓપરેટીવ કોમર્શીઅલ બેંક, નવી દિલ્હીને કેટલાક નિર્દેશો આપવા જરૂરી છે. તેથી બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35ક ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ કરે છે કે, વૈશ્ય કો-ઓપરેટીવ કોમર્શીઅલ બેંક, નવી દિલ્હી, તારીખ 08 સપ્ટેમ્બર, 2015ના રોજ કારોબાર સમાપ્તિથી, ભારતીય રિઝર્વ બેંકની પાસેથી લેખિત સ્વરૂપે પૂર્વ અનુમતિ લીધા વિના તેમજ નીચે દર્શાવેલ મર્યાદાને ઓળંગીને તેમાં જણાવેલ રીત સિવાય અન્ય કોઈ રીતે, કોઈ પણ લોન અને ધિરાણો મંજૂર નહીં કરે કે તેનું નવીકરણ નહીં કરે, કોઈ પણ પ્રકારના રોકાણો નહીં કરે, ભંડોળો ઉછીના લેવા તેમજ નવી થાપણો સ્વીકારવા સહિતની કોઈ પણ જવાબદારી ઊભી નહીં કરે, પોતાના કોઈ ઋણ કે કોઈ જવાબદારીમાં થી મુક્તિ મેળવવા માટે કે અન્ય કોઈ કારણોસર કોઈ ચૂકવણી નહીં કરે તેમજ કોઈ ચૂકવણી કરવા માટે સહમતિ પણ નહીં આપે, કોઈ પણ પ્રકારની સમજૂતી કે કોઈ વ્યવસ્થા કરીને પોતાની કોઈ સંપત્તિ કે મિલકતનું વેચાણ કે ફેરબદલ નહીં કરે કે અન્ય કોઈ રીતે તેનો નિવેડો નહીં લાવે i. પ્રત્યેક બચત બેંક અથવા ચાલૂ ખાતામાં અથવા કોઈ પણ અન્ય ખાતામાં, તે ખાતાને ભલે કોઈ પણ નામથી ઓળખવામાં આવે, કુલ બાકીમાં થી પ્રત્યેક થાપણદારને ₹ 1,000 (રૂપીયા એક હજાર માત્ર) સુધીની રકમ જ ઉપાડવા માટેની અનુમતિ આપી શકાસે, અલબત્ત એ થાપણદારને જો બેંક પ્રત્યે કોઈ પણ રીતે કોઈ જવાબદારી અદા કરવાની હોય જેમ કે ઋણકર્તા યા જામીનદાર તરીકે તો આવા કિસ્સામાં તે રકમ સંબંધિત ઉધાર ખાતા/ખાતાઓ માં પહેલા જમા કરવામાં આવે. ii. હાલની બાંધી મુદતની થાપણો પાકે ત્યારે તેનું નવીકરણ એ જ નામ અને એ જ ક્ષમતામાં કરવું. iii. ઉપરોક્ત નિર્દેશના અંતર્ગત આપવામાં આવેલી અનુમતિ અનુસાર ખર્ચા. જ્યાં સુધી ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેખિત સ્વરૂપમાં નિશ્ચિતપણે અનુમોદન આપવામાં ન આવ્યું હોય ત્યાં સુધી બેંક તેની કોઈ જવાબદારી ઊભી નહીં કરે અથવા તો તેનો અંત નહીં લાવે. હિત ધરાવનાર જનતાના સભ્યોના અવલોકન અર્થે વિસ્તૃત નિર્દેશો બેંકના પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક પરિસ્થિતિઓના આધાર ઉપર આ નિર્દેશોમાં ફેરફાર કરવાનો વિચાર કરી શકે છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશ જારી કરવાનું એમ અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંકે બેંકનુ લાઇસંસ રદ કર્યું છે. તેની નાણાકીય સ્થિતિમાં સુધારો આવે ત્યાં સુધી બેંક પ્રતિબંધો સાથે બેંકિંગ કારોબાર કરવાનુ ચાલુ રાખશે. કથિત અનુદેશ બીજી સૂચના જારી ન કરવામાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/626 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: