<font face="mangal" size="3">ધી યુથ ડેવલપમેન્ટ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, કો&# - આરબીઆઈ - Reserve Bank of India
ધી યુથ ડેવલપમેન્ટ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, કોલ્હાપુર, મહારાષ્ટ્ર ને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશ
જાન્યુઆરી 07, 2019 ધી યુથ ડેવલપમેન્ટ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, કોલ્હાપુર, મહારાષ્ટ્ર ને ભારતીય રિઝર્વ બેંકે (તારીખ જાન્યુઆરી 04, 2019 ના નિર્દેશ નંબર ડીસીબીએસ.સીઓ.બીએસડી-1/12.22.311/2018-19 દ્વારા) ધી યુથ ડેવલપમેન્ટ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, કોલ્હાપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશ હેઠળ મૂકેલ છે. નિર્દેશ મુજબ, થાપણદારોને તેમના પ્રત્યેક બચત બેંક અથવા ચાલૂ ખાતામાં અથવા કોઈ પણ અન્ય કોઈ જમા ખાતામાં, તેને ચાહે ગમે તે નામથી જણાવવામાં આવે, તે બધા ખાતામાં રહેલી કુલ બાકીમાંથી ₹ 5,000/- (રૂપિયા પાંચ હજાર ફક્ત) થી વધુ નહીં એટલી જ રકમનો ઉપાડ, આરબીઆઈના નિર્દેશમાં જણાવેલી શરતોને આધિન, કરવા દેવામાં આવશે. ધી યુથ ડેવલપમેન્ટ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, કોલ્હાપુર, મહારાષ્ટ્ર, ભારતીય રિઝર્વ બેંક પાસેથી લેખિતમાં પૂર્વાનુમતિ લીધા વગર અને આરબીઆઈના તારીખ જાન્યુઆરી 04, 2019 ના નિર્દેશમાં અધિસૂચિત કરેલ છે તે સિવાય, કોઈ પણ લોન અને ધિરાણો મંજૂર નહીં કરે કે તેનું નવીકરણ નહીં કરે, કોઈપણ રોકાણ નહીં કરે, ભંડોળો ઉછીના લેવા તેમજ નવી થાપણો સ્વીકારવા સહિતની કોઈ પણ જવાબદારી ઊભી નહીં કરે, પોતાના કોઈ ઋણ કે કોઈ જવાબદારીમાં થી મુક્તિ મેળવવા માટે કે અન્ય કોઈ કારણોસર કોઈ ચૂકવણી નહીં કરે તેમજ કોઈ ચૂકવણી કરવા માટે સહમતિ પણ નહીં આપે, કોઈ પણ પ્રકારની સમજૂતી કે કોઈ વ્યવસ્થા કરીને પોતાની કોઈ સંપત્તિ કે મિલકતનું વેચાણ કે ફેરબદલ નહીં કરે કે અન્ય કોઈ રીતે તેનો નિવેડો નહીં લાવે. નિર્દેશ તારીખ જાન્યુઆરી 05, 2019 ના રોજ કારોબાર સમાપ્તિથી છ મહિનાની અવધિ સુધી અમલમાં રહેશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશ જારી કરવાનું એમ અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંકે બેંકનુ લાઇસંસ રદ કર્યું છે. બેંકની નાણાકીય સ્થિતિમાં સુધારો આવે ત્યાં સુધી બેંક પ્રતિબંધો સાથે બેંકિંગ કારોબાર કરવાનુ ચાલુ રાખશે. પરિસ્થિતિઓના આધારે રિઝર્વ બેંક આ નિર્દેશમાં સુધારા કરી શકે છે. બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં આ નિર્દેશને લાદવામાં આવેલ છે. જનતાના ઇચ્છુક સદસ્યોના અવલોકનાર્થે નિર્દેશની પ્રતિલિપિ બેંક પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2018-2019/1580 |