<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેન્કે પરિવારો ની ફુગાવા ની અપ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેન્કે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે ના ડીસેમ્બર 2016 ના તબક્કા ની શરૂઆત કરી.
તારીખ: 26 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેન્કે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે ના ડીસેમ્બર 2016 ના તબક્કા ની શરૂઆત કરી. ભારતીય રિઝર્વ બેંક નિયમિત રીતે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે કરે છે. ડીસેમ્બર 2016 ના તબક્કા માટે ના સરવે ની 18 શહેરો જેવા કે અમદાવાદ, બેન્ગાલૂરું, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગુવાહાટી, હૈદ્રાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, રાયપુર, રાંચી અને થીરુવનાન્થપુરમ માં શરૂઆત કરવામાં આવેલી છે. આ સર્વેક્ષણ માં પરિવારો પાસે થી આવતા ત્રણ મહિનામાં કિંમતો માં થનાર ફેરફાર (સામાન્ય કિંમતો અને વિશિષ્ટ ઉત્પાદન સમૂહો ની કિમતો) અંગે ગુણાત્મક પ્રતિક્રિયાઓ માંગવામાં આવે છે તથા ચાલુ, આગળ ના ત્રણ માસ અને આગળ ના એક વર્ષ માં ફુગાવા ના દરો પર માત્રાત્મક પ્રતિક્રિયાઓ માંગવામાં આવે છે. આ મોજણી ના પરિણામો ઉપયોગી નીતિ વિષયક માહિતી પૂરી પડે છે. ફુગાવા ની અપેક્ષાઓ સર્વેક્ષણ માં આવરી લેવાયેલા પરિવારો નું વ્યક્તિગત મૂલ્યાંકન છે અને પરિવારો ના વ્યકિતગત વપરાશ સમૂહો પર આધારિત છે. ભારતીય રિઝર્વ બેંક વતી સર્વેક્ષણ નો આ તબક્કો આયોજિત કરવા માટે મેસર્સ હંસા રીસર્ચ ગ્રુપ પ્રા. લીમીટેડ નામની એજન્સી ને કાર્ય સોંપવામાં આવ્યું છે. આ હેતુ માટે, એજન્સી દ્વારા પરિવારો નો સંપર્ક કરવામાં આવશે અને પસંદ થયેલા પરિવારો ને તેમની પ્રતિક્રિયા આપવા માટે વિનંતિ કરાશે. અન્ય વ્યક્તિઓ કે જેમનો એજન્સી દ્વારા સંપર્ક કરાયો ન હોય તેઓ પણ linked survey schedule (Forms-Survey) નો ઉપયોગ કરી તેમની પ્રતિક્રિયાઓ આપી આ સરવે માં ભાગ લઇ શકશે. ભરેલા survey schedule ને નીચે આપેલ સંપર્ક વિગતો પ્રમાણે ઈ મેલ કરી શકાશે. આ સંબંધ માં કોઈ પ્રશ્ન કે સ્પષ્ટીકરણ અંગે કૃપયા નીચે આપેલા સરનામા પર સંપર્ક કરો: ધી ડાયરેક્ટર, ડીવીઝન ઓફ હાઉસહોલ્ડસ સરવે, ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટીસ્ટીક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સી-8, છઠ્ઠો માળ, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્ષ, બાન્દ્રા (ઇસ્ટ), મુંબઈ-400051; ફોન: 022-26578398, 022- 26578332, ફેક્ષઃ 022- 26571327, કૃપયા ઈમેલ મોકલવા અહી ક્લિક કરો click here અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016- 2017/1650 |