<font face="mangal" size="3">RBI ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌ - આરબીઆઈ - Reserve Bank of India
RBI ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌને જારી કરેલ નિર્દેશો સુધારે છે.
તારીખ: 30 નવેમ્બર 2016 RBI ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌને જારી કરેલ નિર્દેશો સુધારે છે. ભારતીય રીઝર્વ બેન્કે જાહેર કરેલું છે કે તેના તારીખ 19 ઓક્ટોબર 2015 ના નિર્દેશ (ડાયરેક્ટીવ) ના આંશિક સુધારામાં, તેણે, તેના 25 નવેમ્બર 2016 ના નિર્દેશ દ્વારા, ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌ પરના નિર્દેશોમાં સુધારો કરેલ છે. તારીખ 04 જૂન 2014 ના ડાયરેક્ટીવ દ્વારા, બેંક મૂળભૂત રીતે તારીખ 12 જૂન 2014 થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. ઉપરોક્ત તારીખ 19 ઓક્ટોબર 2015 ના ડાયરેક્ટીવ ના સંદર્ભમાં, અન્ય શરતો સાથે, એક ડીપોઝીટર દ્વારા પ્રત્યેક બચત ખાતામાં અથવા ચાલુ ખાતામાં અથવા ટર્મ ડીપોઝીટ ખાતામાં અથવા અન્ય કોઇપણ નામે ઓળખાતા ડીપોઝીટ ખાતામાં ધારણ કરાયેલ ડીપોઝીટના 70% (સિત્તેર ટકા), મહત્તમ રૂપિયા 15,00,000/- (રૂપિયા પંદર લાખ) ડીપોઝીટર દ્વારા ઉપાડવા દેવામાં આવેલ હતા; કે જે રૂપિયા 1,00,000/- (ફક્ત રૂપિયા એક લાખ) નિર્દેશો મૂક્યા પછી ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી, તેનાથી વધારે હશે. ભારતીય રીઝર્વ બેન્કે ઉપરોક્ત બેન્કની પરિસ્થિતિની સમિક્ષા કરેલી અને જાહેરજનતાના હિતમાં ઉપર્યુક્ત ડાયરેક્ટીવમાં સુધારો કરવાનું આવશ્યક ગણ્યું હતું. તદ્નુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35 A ની પેટા કલમ (1) અને (2), કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ, ભારતીય રીઝર્વ બેંક નિર્દેશ આપે છે કે ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., ને 19 ઓક્ટોબર 2015 ના રોજ જારી કરેલ ડાયરેક્ટીવના ફકરા 3 માં નીચે પ્રમાણે સુધારો કરવામાં આવે. “એક ડીપોઝીટર દ્વારા પ્રત્યેક બચત ખાતામાં, ચાલુખાતામાં અથવા ટર્મ ડીપોઝીટ ખાતામાં અથવા અન્ય કોઇપણ નામે ઓળખાતા ડીપોઝીટ ખાતામાં ધારણ કરાયેલ ડીપોઝીટના 70% (સિત્તેર ટકા) થી વધુ નહી તેવી રકમ કે જે નિર્દેશો લાદયા પછી ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી તે રૂપિયા 1,00,000/- (ફક્ત રૂપિયા એક લાખ) થી વધારે હશે, તે ડીપોઝીટર દ્વારા ઉપાડવા દેવામાં આવશે, એ શરતે કે ઋણકર્તા અથવા જામીન તરીકે, બેંક ડીપોઝીટ સામેની લોન સહિત, તે રકમ ને પ્રથમ સંબંધિત ઋણ ખાતામાં સમાયોજિત કરવામાં આવશે.” ઇન્ડિયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌ ને જારી કરેલ તારીખ 4 જૂન 2014 ના ડાયરેક્ટીવમાં સમાવિષ્ટ અન્ય તમામ નિયંત્રણો, શરતો અને જોગવાઈઓ યથાવત રહેશે અને સમિક્ષાને અધિન, 11 માર્ચ 2017 ના કામકાજના અંત સુધી વૈધ હોવાનું ચાલુ રહેશે. અનિરુધ્ધ ડી જાદવ પ્રેસ પ્રકાશન: 2016–2017/1372 |