<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંકે ઐઝવાલમાં ઉપ-કાર્યાલયનુ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ઐઝવાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું
15 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંકે ઐઝવાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું. ભારતીય રિઝર્વ બેંકે મિઝોરમ રાજ્યની તાત્કાલિક આવશ્યકતાઓની સંભાળ લેવા માટે આજે ઐઝવાલમાં એક ઉપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. આ ઉપ કાર્યાલયનું ઉદઘાટન શ્રી પુ લલ થનવાલા, માનનીય મુખ્ય મંત્રી, મિઝોરમ અને ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવ્યું. આ ઉપ કાર્યાલયમાં નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ (એફઆઈડીડી), બજાર આસૂચના કક્ષ અને ઉપભોક્તા શિક્ષણ ઔર સંરક્ષણ કક્ષ (ફરિયાદો માટે) નો સમાવેશ થાય છે. આ કાર્યાલયની સંપર્ક વિગતો નીચે પ્રમાણે છે: ઉપ મહાપ્રબંધક (પ્રભારી અધિકારી) સંપર્ક: શ્રીમતિ મેરી એલ. ડેંગ, ઉપ મહાપ્રબંધક (પ્રભારી અધિકારી) સંગીતા દાસ પ્રેસ પ્રકાશન : 2015-2016/920 |