<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંકે ઇમ્ફાલમાં ઉપ-કાર્યાલયન - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ઇમ્ફાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું
17 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંકે ઇમ્ફાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું ભારતીય રિઝર્વ બેંકે 17 ઓક્ટોબર 2015ના રોજ ઇમ્ફાલમાં તેનું ઉપ કાર્યાલય ખોલ્યું. શ્રી ઑ. ઇબૉબી સિંહ, માનનીય મુખ્ય મંત્રી, મણિપુર અને શ્રી હારૂન આર. ખાન, ઉપ ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકે ઇમ્ફાલમાં ભારતીય રિઝર્વ બેંકના ઉપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. ઉપ કાર્યાલયના સંપર્કની વિગતો નીચે પ્રમાણે છે. પોસ્ટલ સરનામું :- મહા પ્રબંધક (પ્રભારી અધિકારી) સંપર્ક :- રિઝર્વ બેંકના ઇમ્ફાલ કાર્યાલયમાં નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ, ઉપભોક્તા શિક્ષણ અને સુરક્ષા કક્ષ અને બજાર આસૂચના એકમનો સમાવેશ થાય છે. ઇમ્ફાલ કાર્યાલય ખોલતાની સાથે જ હવે રિઝર્વ બેંકના પૂર્વોત્તરના સાત રાજ્યોમાં કુલ પાંચ કાર્યાલય થશે. ઇમ્ફાલ કાર્યાલય રાજ્યમાં નાણાકીય અને બેંકિંગના વિકાસ માટે રાજ્ય સરકાર, નાબાર્ડ અને બેંકોની સાથે કાર્ય કરશે. ઇમ્ફાલમાં ભારતીય રિઝર્વ બેંકનું નવું કાર્યાલય ખોલવાની રિઝર્વ બેંકની પહેલની સરાહના કરતા મુખ્ય મંત્રીએ કહ્યું કે બેંકરહિત વિસ્તારોમાં સંભવ એટલી બેંકિંગ સુવિધા હોવી જોઈએ. તેઓએ એવો આગ્રહ રાખ્યો કે રિઝર્વ બેંક, નાબાર્ડ અને બેંકોએ રાજ્યના સમાવેશી વિકાસમાં અધિક અગ્રસક્રિય ભૂમિકા નિભાવે. તેઓએ સંકેત આપ્યો કે રાજ્ય સરકાર ગ્રામીણ અવસંરચના વિકાસ નિધિ (Rural Infrastructure Development Fund – RIDF) ની અંતર્ગત ખાદ્ય નિયંત્રણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. શ્રી હારુન આર. ખાન, ઉપ ગવર્નરે કહ્યું કે રિઝર્વ બેંક પૂર્વોત્તર રાજ્યોના આર્થિક અને નાણાકીય વિકાસની આવશ્યકતાઓ પ્રતિ સજાગ છે અને વિશેષ કરીને મણિપુર જેવા નાના રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તથા ઇમ્ફાલમાં કાર્યાલય ખોલવાની બાબત આ દિશામાં જ એક કદમ છે. રિઝર્વ બેંકની ભૂમિકા તથા તેના કાર્યોની બાબતમાં જણાવતા શ્રી ખાને ક્હ્યું કે પૂર્વોત્તરના રાજ્યો માટે રિઝર્વ બેંક ચૂકવણી પ્રણાલી વિઝન પર પણ પહાડી ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું કે બેંકિંગ પ્રસારમાં સુધારો કરવાની આવશ્યકતા છે તથા “પૂર્વની સમક્ષ જુઓ” નીતિ અંતર્ગત ખેતીનો વિકાસ, વિશેષ કરીને જૈવિક ખેતી, બાગાયત ખેતી, હેન્ડલૂમ અને હસ્તશિલ્પ કલા, સ્વયં સહાયતા સમૂહો, સંયુક્ત દાયિત્વ સમૂહોના વિકાસ અને નિકાસના વિકાસની સંભાવના ઉપર તેમણે ભાર મૂક્યો. તેઓએ ડિજીટલ સંપર્કતા ઉપર પણ ભાર મૂક્યો જેના વડે શાખાઓ અને એમના કારોબારી પ્રતિનિધિઓના માધ્યમથી બેંકિંગ સુવિધાઓમાં સુધારો કરી શકાય. શ્રીમતિ દિપાલી પંત જોષી, કાર્યપાલક નિર્દેશક, ભારતીય રિઝર્વ બેંક, શ્રી ઓ. નબકિશોર સિંહ, મુખ્ય સચિવ, મણિપુર સરકાર, શ્રી એસ.એસ. બારિક, ક્ષેત્રીય નિર્દેશક, પૂર્વોત્તર રાજ્યો અને રાજ્ય સરકારના, વાણિજ્યિક બેંકો તથા રિઝર્વ બેંકના વરિષ્ઠ અધિકારીઓની સાથે હાજર રહ્યા હતા. શ્રી હૌજલ, ઇમ્ફાલ કાર્યાલયના પ્રભારી અધિકારીએ આભારવિધિ કરી. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2015-2016/937 |