<font face="mangal" size="3">બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડક&# - આરબીઆઈ - Reserve Bank of India
બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 20, 2018 બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના એક્ષ્પોઝર નોર્મ્સ માટેની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ, કર્નાટક ઉપર રૂ. 1,00,000/- (અંકે રૂપિયા એક લાખ) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા, આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે વ્યક્તિગત સુનાવણી ની માંગણી કરેલ હતી. આ કેસ ની હકીકતો, બેંકે આ બાબત માં આપેલ જવાબ અને વ્યક્તિગત સુનાવણી ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2239 |