ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 27, 2018 ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ને આપવામાં આવતી લોન અંગે ના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે,આન્ધ્ર દેશ ઉપર રૂ. 1.00 લાખ (અંકે રૂપિયા એક લાખ) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે.આ કેસ ની હકીકતો, બેંકે આ બાબત માં આપેલ જવાબ તથા વ્યક્તિગત સુનાવણી ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અનિરુધ ડી .જાધવ પ્રેસ જાહેરાત : 2017-2018/2302 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: