<font face="mangal" size="3px">રિઝર્વ બેંક દ્વારા 2018 ની ઘરેલુ (સ્થાનિક) પ્રણાલ&# - આરબીઆઈ - Reserve Bank of India
રિઝર્વ બેંક દ્વારા 2018 ની ઘરેલુ (સ્થાનિક) પ્રણાલીગત રૂપથી મહત્વપૂર્ણ બૅન્કો (ડી-એસઆઈબી) ની યાદી બહાર પાડી
14 માર્ચ 2019 રિઝર્વ બેંક દ્વારા 2018 ની ઘરેલુ (સ્થાનિક) પ્રણાલીગત રૂપથી મહત્વપૂર્ણ બૅન્કો (ડી-એસઆઈબી) અગાઉના વર્ષ ની સમાન બકેટિંગ સંરચના (માળખા) હેઠળ એસબીઆઇ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકને ઘરેલુ (સ્થાનિક) પ્રણાલીગત રૂપથી મહત્વપૂર્ણ બેન્ક (ડી-એસઆઈબીબી) તરીખે ઓળખી કાઢવા માં આવી છે. ડી-એસઆઈબી માટે વધારાની સામાન્ય મૂડી ટિયર 1 (સીઇટી 1) ની જરૂરિયાત 1 એપ્રિલ 2016 થી પહેલેથી જ તબક્કાવાર નક્કી થઈ ગઈ છે. અને 1 એપ્રિલ 2019 થી સંપૂર્ણ અમલમાં આવશે. વધારાની સીઇટી 1 ની જરૂરિયાત, મૂડી સંરક્ષણ બફર ઉપરાંત રહેશે. ડી-એસઆઈબીની અપડેટેડ સૂચિ આ પ્રમાણે છે –
પૂર્વભૂમિકા: ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 22 જુલાઇ 2014 ના રોજ ઘરેલુ પ્રણાલીગત રૂપથી મહત્વપૂર્ણ બેન્કો(ડી-એસઆઈબી) સાથે નીપટવા માટે ની રૂપરેખા જારી કરી હતી. ડી-એસઆઈબીબી માળખાં માટે ભારતીય રિઝર્વ બેન્કે 2015 થી (ડી-એસઆઈબીએસ) તરીખે નામાંકિત બૅન્કોના નામો પ્રકાશિત કરવાનું જરૂરી છે અને આ બૅન્કોને તેમના તેમના પ્રણાલીગત મહત્વના ગુણ (એસઆઈએસ) ને આધારે યોગ્ય બકેટમાં સમાવેશ કરવાનો છે. જે બકેટમાં ડી-એસઆઈબીએસ બેન્કનો સમાવેશ કરાવમમાં આવ્યો છે તેના આધાર તેના પર વધારાની સામાન્ય ઇક્વિટી લાગુ કરવામાં આવશે. જો ભારતમાં એક વિદેશી બેંકની શાખા એક વૈશ્વિક સિસ્ટમગત રૂપમાં મહત્વપૂર્ણ બેંક (જી-એસઆઈબી) ની જેમ સ્થિત હોય, તો તે ભારતમાં તેની જોખમી ભારિત સંપત્તિના પ્રમાણમાં જી-એસઆઇબી લાગુ પડે છે, વધારાની સીઇટી 1 કેપિટલ સરચાર્જ જાળવવું પડશે, એટલે કે ભારત માં ગૃહ નિયમનકાર દ્વારા નક્કી કરાયેલ વધારાના સીઇટી 1 બફર ગુણા સંચયિત વૈશ્વિક સમૂહ બુક્સ અનુસાર ભારત RWA (રાશિ) વિભાજન આખું સંકલિત વૈશ્વિક જૂથ આરડબલ્યુએ જાળવવા નું છે. વધારાની મૂડીની જરૂરિયાત 1 એપ્રિલ 2016 થી તબક્કાવાર રીતે લાગુ થાય છે અને 1 એપ્રિલ 2019 થી સંપૂર્ણ લાગુ થશે. જુદી જુદી બકેટ (સામૂહ) માં અપેક્ષિત વધારાની મૂડી ની જરૂરિયાત ચાર વર્ષમાં તબક્કાવાર નીચે પ્રમાણે છે.
ડી-એસઆઈબી માળખા ને આધારે અને 31 માર્ચ 2015 અને 31 માર્ચ 2016 ના રોજ અને બૅન્કો પાસેથી એકત્રિત કરાયેલ આંકડા ને આધારે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા ભારતીય સ્ટેટ બેંક અને આઇસીઆઈસીઆઈ બેંક લિ. ને અનુક્રમે 31 ઓગસ્ટ 2015 અને 25 ઓગસ્ટ, 2016 ના રોજ ડી-એસઆઈબી જાહેર કરવામાં આવી છે. 31 માર્ચ, 2017 ના બેન્કો પાસે થી એકત્રિત કરાયેલ આંકડાને આધારે, ભારતીય રિઝર્વ બેન્કે 04 સપ્ટેમ્બર, 2017 ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્ક ને ડી-સિબસ (D-SIBs)જાહેર કરી છે. હાલનુ અપડેટ 31 માર્ચ, 2018 ના એકત્રિત કરાયેલ આંકડા ને આધારે કરાયેલ છે. આ ઉપરાંત ડી-એસઆઈબી માળખાથી અપેક્ષા રાખવામાં આવે છે કે "બૅન્કોની પ્રણાલીગત મહત્વનું મૂલ્યાંકન અને ડી-એસઆઈબી ઓળખાણ માટે મૂલ્યાંકન પદ્ધતિની નિયમિત સમીક્ષા કરવી. જો કે, આ સમીક્ષા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી એક વાર થશે. " વર્તમાન સમીક્ષા અને ક્રોસ કંટ્રી પ્રથાઓનું વિશ્લેષણ હાલમાં વર્તમાન માળખાંમાં કોઈપણ ફેરફારનું સમર્થન નથી." જોસ જે. કૂટટુર પ્રેસ પ્રકાશન: 2018-2019/2191 |