RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78454991

ભારતીય રિઝર્વ બેંકે “ખાનગી ક્ષેત્રમાં સાર્વભૌમિક બેંકોના ‘ઑન-ટેપ’ લાઇસંસિંગ માટે માર્ગદર્શિકાઓનો મુસદ્દો” જારી કર્યો

05 મે 2016

ભારતીય રિઝર્વ બેંકે “ખાનગી ક્ષેત્રમાં સાર્વભૌમિક બેંકોના ‘ઑન-ટેપ’
લાઇસંસિંગ માટે માર્ગદર્શિકાઓનો મુસદ્દો” જારી કર્યો.

ભારતીય રિઝર્વ બેંકે આજ તેની વેબસાઇટ પર “ખાનગી ક્ષેત્રમાં સાર્વભૌમિક બેંકોના ‘ઑન-ટેપ’ લાઇસંસિંગના માટે માર્ગદર્શિકાઓનો મુસદ્દો જારી કર્યો. રિઝર્વ બેંકે બેંક, ગેર-બેંકિંગ, નાણાકીય સંસ્થાઓ, ઔદ્યોગિક ગૃહો, અન્ય સંસ્થાઓ અને સામાન્ય જનતા પાસેથી માર્ગદર્શિકાઓના આ મુસદ્દા ઉપર મંતવ્યો/ટીકાઓ માગ્યા છે. માર્ગદર્શિકાઓના આ મુસદ્દા પર મંતવ્યો અને અભિપ્રાયો 30 જૂન 2016 સુધીમાં મુખ્ય મહાપ્રબંધક, ભારતીય રિઝર્વ બેંક, બેંકિંગ નિયમન વિભાગ, કેન્દ્રીય કાર્યાલય, 13મો માળ, કેન્દ્રીય કાર્યાલય ભવન, શહીદ ભગત સિંહ માર્ગ, મુંબઈ 400 001 ને મોકલી શકાસે. મંતવ્યો અને અભિપ્રાયો અહિંયા ક્લિક કરીને ઈ-મેલ દ્વારા પણ મોકલી શકાય છે.

માર્ગદર્શિકાઓના મુસદ્દા પર પ્રતિસાદ, મંતવ્યો અને અભિપ્રાયો પ્રાપ્ત થયા બાદ અંતિમ માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવશે અને ખાનગી ક્ષેત્રમાં નવા સાર્વભૌમિક બેંક સ્થાપવા માટે અરજીઓ આમંત્રિત કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

સાર્વભૌમિક બેંકો પર આ અગાઉ બહાર પાડવામાં આવેલી તારીખ 22 ફેબ્રુઆરી 2013 ની માર્ગદર્શિકાઓ કરતા અલગ એવી આ વર્તમાન માર્ગદર્શિકાઓમાં સમાવેશ થશે - (i) બેંકિંગ અને નાણા ક્ષેત્રમાં 10 વર્ષનો અનુભવ ધરાવવાવાળા રહીશ વ્યક્તિઓ અને વ્યવસાયિકોની સાર્વભૌમિક બેંકોના નિર્માણ માટે પાત્ર વ્યક્તિઓના રૂપમાં ગણના, (ii) મોટા ઔદ્યોગિક / કારોબારી ગૃહોને પાત્ર સંસ્થાઓથી બહાર રાખવામાં આવ્યા છે પણ તેમને 10 ટકાથી ઓછી મર્યાદા સુધી બેંકોમાં રોકાણ કરવાની અનુમતિ આપવામાં આવી છે, (iii) બિન-પરિચલનાત્મક નાણાકીય હોલ્ડિંગ કંપની (Non-operative Financial Holding Company – NOFHC) ને હવે મરજિયાત ગણવામાં આવશે જો તેના પ્રવર્તક, એવા વ્યક્તિ અથવા સ્ટેન્ડએલોન પ્રવર્તક / રૂપાંતરિત સંસ્થા (converting entities) છે કે જેની પાસે અન્ય સમૂહની સંસ્થાઓ નથી, (iv) એનઓએફએચસીના પ્રવર્તક / પ્રવર્તકના સમૂહની પાસે તેની સંપૂર્ણ માલિકી હોવાની જગ્યાએ હવે એટલું આવશ્યક છે કે એનઓએફએચસીની કુલ ભરપાઈ થયેલી ઇક્વિટી મૂડીના ઓછામાં ઓછા 51 ટકા તેઓ ધરાવતા હોય, અને (v) વર્તમાન વિશેષીકૃત પ્રવૃત્તિઓ (specialized activities) એક અલગ સંસ્થા દ્વારા ચાલુ રાખવા માટેની અનુમતિ આપવામાં આવી છે જે રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરીને આધીન એનઓએફએચસી હેઠળ કરવા માટે પ્રાસ્તાવિત છે અને આ તે બાબતને પણ અધીન છે કે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે આવી પ્રવૃત્તિઓ બેંકના માધ્યમથી કરવામાં નહીં આવે.

માર્ગદર્શિકાઓની મુખ્ય વિશેષતાઓ:

(I) પાત્ર પ્રવર્તકો

(i) વર્તમાન ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) જે રહીશો દ્વારા નિયંત્રિત છે અને જેનો 10 વર્ષનો સફળ ટ્રેક રેકોર્ડ છે.

(ii) રહીશ વ્યક્તિ / વ્યવસાયિક જેની પાસે બેંકિંગ અને નાણા ક્ષેત્રનો 10 વર્ષનો અનુભવ છે.

(iii) ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ / સમૂહ જેની માલિકી અને નિયંત્રણ રહીશો (સમય-સમય પર યથાસંશોધિત ફેમા નિયમનોમાં યથાપરિભાષિત)ની પાસે છે અને જેનો ઓછામાં ઓછો 10 વર્ષનો સફળ ટ્રેક રેકોર્ડ છે, એ શરતે કે આવી સંસ્થા / સમૂહની કુલ અકસ્માયતો 50 બિલિયન અથવા એનાથી અધિક હોય અને સમૂહનો બિન-નાણાકીય કારોબાર કુલ અકસ્માયતો / કુલ આવકના સંદર્ભમાં 40 ટકા અથવા એનાથી વધુ ના હોય.

(II) ‘યોગ્ય અને ઉચિત’ માનદંડ

પ્રવર્તક/ પ્રવર્તક સંસ્થા / પ્રવર્તક સમૂહનો નાણાકીય સ્થિતિ, શાખ, સત્યનિષ્ઠા અંગેનો ભૂતકાળનો રેકોર્ડ સ્વસ્થ હોવો જોઈએ અને ઓછામાં ઓછો 10 વર્ષનો સફળ ટ્રેક રકોર્ડ હોવો જોઈએ.

(III) કોર્પોરેટ સંરચના

વ્યક્તિગત પ્રવર્તકો અથવા સ્ટેન્ડએલોન પ્રવર્તક / પરીવર્તનીય સંસ્થાઓ કે જેની પાસે અન્ય સમૂહની સંસ્થાઓ નથી, તેના માટે બિન-પરિચલાન્તમક નાણાકીય હોલ્ડીંગ કંપની (એનઓએફએચસી) ની આવશ્યકતા ફરજિયાત નથી. વ્યક્તિગત પ્રવર્તક / પ્રવર્તક સંસ્થાઓ જેની અન્ય સમૂહ સંસ્થાઓ છે, તેઓ એનઓએફએચસીના માધ્યમથી જ બેંકની સ્થાપના કરશે. પ્રવર્તક / પ્રવર્તક સમૂહ દ્વારા એનઓએફએચસીની માલિકી કુલ ભરપાઈ થયેલી ઇક્વિટી મૂડીના 51 ટકાથી ઓછી નહીં હોય. વિશેષીકૃત પ્રવૃત્તિઓ એક અલગ સંસ્થા થકી ચાલુ રાખવા માટે અનુમતિ આપવામાં આવશે જેને રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરીને આધીન એનઓએફએચસી હેઠળ કરવા માટે પ્રસ્તાવિત છે અને આ એ બાબતને આધીન પણ છે કે એમ સુનિશ્ચિત થવું જોઈએ કે આ પ્રવૃત્તિઓ બેંકના માધ્યમથી સંચાલિત ન થાય.

(IV) લઘુત્તમ મૂડી આવશ્યકતા

બેંક માટે પ્રારંભિક ન્યૂનતમ ભરપાઈ થયેલી વોટિંગ ઇક્વિટી મૂડી 5 બિલિયનની રહેશે. ત્યારબાદ, દરેક સમયે બેંકની ન્યૂનતમ નેટ વર્થ 5 બિલિયનની હોવી જોઈએ.

પ્રવર્તક અને પ્રવર્તક સમૂહ / એનઓએફએચસી, જે મુજબ હોય તે મુજબ, બેંકની ભરપાઈ થયેલી વોટિંગ ઇક્વિટી મૂડીના ઓછામાં ઓછા 40 ટકા ધારણ કરશે જેને બેંકના કારોબાર શરૂ કરવાની તારીખથી પાંચ વર્ષોની ગાળા માટે લૉક-ઇન અવધિમાં રાખવામાં આવશે. પ્રવર્તક સમૂહની શેરહોલ્ડિંગ બેંકના કારોબાર શરૂ કરવાની તારીખથી 12 વર્ષોની અવધિની અંદર 15 ટકા સુધી નીચે લાવવામાં આવશે.

(V) બેંકમાં વિદેશી શેરહોલ્ડિંગ

બેંકમાં વિદેશી શેરહોલ્ડિંગ ઉપરોક્ત પેરા (IV) માં દર્શાવેલ ન્યૂનતમ પ્રવર્તક શેરહોલ્ડિંગને આધિન પ્રવર્તમાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) નીતિના અનુસાર હશે. વર્તમાનમાં કુલ વિદેશી રોકાણ મર્યાદા 74 ટકા છે.

(VI) કૉર્પોરેટ શાસન વિવેકપૂર્ણ અને એક્સોપઝર માનદંડ

બેંક બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની જોગવાઈઓ અને અનુસૂચિત વાણિજ્ય બેંકો પર યથાલાગૂ વિવેકપૂર્ણ માનદંડો પર પ્રવર્તમાન માર્ગદર્શિકાઓનું પાલન કરશે. બેંક ને તેના પ્રવર્તકો, બેંકની ભરપાઈ થયેલી ઇક્વિટી શેરોના 10 ટકા અથવા તેનાથી વધુ શેરહોલ્ડિંગ ધરાવતા તેના મોટા શેરધારકો, પ્રવર્તકોના સગાવ્હાલા તેમજ તેવી સંસ્થાઓ જેના પર તેમનો સંપૂર્ણ પ્રભાવ અથવા નિયંત્રણ છે, તેઓને ઋણ આપવા માટે પ્રતિબંધિત કરવામાં આવેલી છે.

(VII) બેંક માટે કારોબાર યોજના (business plan)

અરજદાર દ્વારા પ્રસ્તુત કારોબાર યોજના વાસ્તવદર્શી અને વ્યવહારુ હોવી જોઈએ અને બેંક નાણાકીય સમાવેશનને પ્રાપ્ત કરવા માટે શું સૂચવી રહી છે તે અંગેની વિગત હોવી જોઈએ.

(VIII) અન્ય શરતો

બેંક દ્વારા કારોબાર શરૂ કરવામાં આવ્યા બાદ છ વર્ષની અંદર બેંક સ્ટૉક બજારોમાં તેના શેરનું સૂચિકરણ કરાવશે.

બેંક ઓછામાં ઓછી તેની 25 ટકા શાખાઓ બેંકરહિત ગ્રામીણ કેન્દ્રો (નવીનતમ જનગણના અનુસાર 9999 સુધીની વસ્તી સુધીની) માં ખોલશે. બેંકે પ્રવર્તમાન ઘરેલૂ અનુસૂચિત વાણિજ્ય બેંકો પર લાગૂ પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રના ઉધાર લક્ષ્યો અને ઉપ-લક્ષ્યોનું અનુપાલન કરવાનું રહેશે. બેંકના બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશકોની સંખ્યા બહુમતીમાં હોવી જોઈએ.

(IX) અરજી માટેની પ્રક્રિયા

• લાઇસંસિંગ વિંડો ઑન-ટેપ ખુલ્લી રહેશે અને આવશ્યક માહિતીની સાથે નિર્ધારિત ફોર્મમાં અરજી રિઝર્વ બેંકના કોઈ પણ સમયે પ્રસ્તુત કરી શકાય છે.

• આ અરજીઓને રિઝર્વ બેંક દ્વારા રચવામાં આવેલી સ્થાયી બાહ્ય સલાહકાર સમિતિને (Standing External Advisory Committee - SEAC) ને મોકલવામાં આવશે.

• સમિતિ તેની ભલામણો પર કરવા માટે તે અરજીઓને રિઝર્વ બેંકને મોકલી આપશે.

• બેંકની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક અનુમોદન જારી કરવા માટેનો નિર્ણય રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવશે.

• રિઝર્વ બેંક દ્વારા જારી સૈદ્ધાંતિક અનુમોદનની વૈધતા (validity) આ સૈદ્ધાંતિક અનુમદોનને જારી કરવાની તારીખથી 18 મહીના રહેશે અને ત્યારબાદ આપોઆપ સમાપ્ત થઈ જશે.

• આ સંબંધમાં રિઝર્વ બેંકનો નિર્ણય આખરી રહેશે.

• પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે બેંક લાઇસંસો માટે અરજદારોના નામ અને સૈદ્ધાંતિક અનુમોદન પ્રદાન કરવા માટે યોગ્ય જણાયેલા અરજદારોના નામ સમય-સમય પર રિઝર્વ બેંકની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

પશ્ચાદભૂમિકા

એ સ્મરણમાં હશે કે ભારતીય રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રમાં નવી બેંકોને લાઇસંસ પ્રદાન કરવા માટે અંતિમ માર્ગદર્શિકાઓ 22 ફેબ્રુઆરી 2013ના રોજ જારી કરી હતી. આના પરિણામ સ્વરૂપે, રિઝર્વ બેંકને બે અરજદારોને સૈદ્ધાંતિક અનુમોદન જારી કર્યું અને ત્યારથી તેઓએ બેંક સ્થાપિત કરેલી છે.

નરસિંહમ સમિતિ, રઘુરામ જી. રાજન સમિતિની ભલામણો અનુસાર અને અન્ય દષ્ટિકોણ થી ભારતમાં બેંકિંગ સંરચના પર એક સ્પષ્ટ નીતિ બનાવવાની જરૂરિયાતને જોતા રિઝર્વ બેંકે 27 ઓગષ્ટ 2013 ના ભારતમાં બેંકિંગ સંરચના – આગામી માર્ગ પર એક નીતિ ચર્ચા પત્ર જારી કર્યો હતો. તરફેણ અને વિરોધોની પૂરી જાંચ કર્યા બાદ ચર્ચા પત્રમાં વર્તમાન ‘થોભો અને આગળ વધો (Stop and Go)’ લાઇસંસિંગ નીતિની સમીક્ષા કરવા અને એક ‘નિરંતર અધિકૃતી’ નીતિ પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું જેનો આધાર એ હશે કે આવી નીતિ પ્રતિસ્પર્ધાના સ્તરમાં વૃદ્ધિ કરશે અને પ્રણાલીમાં નવા વિચારો લાવશે. ચર્ચા પત્ર પરના પ્રતિસાદે પૂરતા બચાવ ઉપાયોની સાથે નિરંતર અધિકૃતિના પ્રસ્તાવને વ્યાપક સમર્થન કર્યું. 1 એપ્રિલ 2014 ના રોજ ઘોષિત કરવામાં આવેલા પ્રથમ દ્વિમાસિક મૌદ્રિક નીતિ નિવેદન 2014-15 માં અન્ય બાબતોની સાથે એમ દર્શાવવામાં આવ્યું છે કે નવા લાઇસંસો માટે સૈદ્ધાંતિક અનુમોદન પ્રદાન કર્યા પછી રિઝર્વ બેંક ઑન-ટેપ લાઇસંસિંગ અને અલગ-અલગ બેંક લાઇસંસોના ફ્રેમવર્ક પર કાર્ય શરૂ કરશે. ચર્ચા પત્રના આધાર પર અને હાલની લાઇસંસિંગ પ્રક્રિયા જેમાં વર્ષ 2014 માં બે સાર્વભૌમિક બેંકોને લાઇસંસ પ્રદાન કરવા અને લઘુ નાણાકીય બેંકો અને પેમેન્ટ બેંકોને સૈદ્ધાંતિક અનુમોદન પ્રદાન કરવાના અનુભવથી પ્રાપ્ત બોધપાઠ ઉપયોગ કરીને રિઝર્વ બેંકે હવે સાર્વભૌમિક બેંકોને નિરંતર આધાર પર લાઇસંસ પ્રદાન કરવા માટે ફ્રેમવર્ક તૈયાર કર્યું છે.

અલપ્ના કિલ્લાવાલા
પ્રધાન પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2015-2016/2581

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?