<font face="mangal" size="3">આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા ક - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમ માટે વધુ પાંચ સંસ્થાઓને મંજુરી આપે છે
તારીખ: 22 ડીસેમ્બર 2016 આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમ માટે વધુ પાંચ સંસ્થાઓને મંજુરી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે પાંચ વધુ સંસ્થાઓ ના નામો પ્રકાશિત કર્યા છે કે જેમને જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા નિધિ સમિતિ દ્વારા નોંધણી માટે મંજૂર કરવામાં આવેલા છે. અનુમોદિત પાંચ સંસ્થાઓ ના નામ નીચે મુજબ છે:
રિઝર્વ બેન્કે નોંધાયેલી સંસ્થાઓ ને ફંડ માંથી ચોક્કસ પરિયોજના માટે નાણાકીય સહાયતા માટે તેની વેબ સાઈટ પર ઉપલબ્ધ નિર્ધારિત પ્રારૂપ માં તમામ સંબંધિત અને સહાયક દસ્તાવેજો / માહિતી સાથે અરજી કરવાનું પણ જણાવેલું હતું. ચયન પ્રક્રિયામાં રિઝર્વ બેંક ની આંતરિક ટીમ દ્વારા ચકાસણી તથા ડીઈએ ફંડ સમિતિ કે જેમાં ત્રણ બહારના સભ્યો છે, તેના દ્વારા અરજીઓ ના મૂલ્યાંકન નો સમાવેશ થાય છે. અરજદારો ની પસંદગી ન્યુનતમ લાયકાત ના માનદંડો, ટ્રેક રેકોર્ડ અને જમાકર્તા શિક્ષણ, ગ્રાહક જાગરૂકતા અને ગ્રાહક સુરક્ષા ના ક્ષેત્રમાં તેમણે કરેલા કાર્ય ના મૂલ્યાંકન અને જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમો ને અમલમાં મુકવાની તેમની ક્ષમતા ના આધારે કરવામાં આવેલી છે. એ યાદ કરાવવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્કે ડીઈએ ફંડ માંથી નાણાકીય સહાયતા મંજૂર કરવા માટેની પ્રાપ્ત અરજીઓ ના આધારે 01 ઓક્ટોબર 2015 ના રોજ વીસ સંસ્થાઓની નોંધણી કરેલી હતી. તેની તારીખ 08 ઓક્ટોબર 2015 ની પ્રેસ જાહેરાત મારફતે , તેણે (આરબીઆઈ) નોંધણી માટે લાયક વ્યક્તિઓ પાસેથી અરજીઓની બીજી શ્રુંખલા આમંત્રિત કરી હતી. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન:2016-2017/1618 |